સંજય ટાંક, અમદાવાદ : ખેડૂતો દ્વારા 8 ડિસેમ્બરનું દેશ વ્યાપી બંધન એલાન આપવામાં આવ્યું હતું. જોકે, અમદાવાદમાં સિટી વિસ્તારમાં નાના મોટા વિરોધ પ્રદર્શન સિવાય કોઈ મોટી અસર વર્તાઈ નહોતી. પરંતુ એક તરફ લગ્નસરાની મૌસમ ચાલી રહી છે તેવામાં જ આ બંધનું એલાન જાહેર થતા 8 તારીખના લગ્ન પ્રસંગો ખોરવાયા હતા. હાઇવે તરફથી આવતા માર્ગો પર ચક્કાજામના પગલે ક્યાંક જાનૈયા તો ક્યાંક લગ્ન સમારંભમાં ગોર મહારાજ મોડા પહોંચતા યજમાનો અને મહેમાનોએ કલાકો સુધી રાહ જોવી પડી હતી.
જેનું કારણ માત્ર હતું 8 ડિસેમ્બર. 8 ડિસેમ્બરે ખેડૂતો દ્વારા કેન્દ્ર સરકારના કાયદાને ખેડૂત વિરોધી અને કાળો કાયદો ગણાવી બંધનું એલાન જાહેર કરતા કન્યાપક્ષના લોકો ચિંતાતુર બન્યા. કારણ જે હાઇવે પર ચક્કાજામ અને પ્રદર્શનોના કારણે લગ્ન પ્રસંગમાં જે સગાવહાલાં અને સ્નેહીજનો પહોંચવાના હતા તે પહોંચી શક્યા ન હતા.