અમદાવાદઃ અમદાવાદના (Ahmedabad) વટવા (Vatva) વિસ્તારમાં માતા-પિતા સાથે રહેતી આયેશા (Ayesha suicide case) નામની યુવતીએ સાબરમતી રિવરફ્રન્ટ પર વીડિયો બનાવીને આપઘાત (Ayesha suicide video) કરી લીધો છે. આપઘાત કરતા પહેલા આયેશાએ હસતા મોઢે એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો તેણીએ તેના પતિને મોકલ્યો હતો. આપઘાત કરવા પહોંચેલી આયેશાને તેના પતિએ કહ્યું હતું કે, 'આપઘાત પહેલા વીડિયો બનાવીને મોકલી દે જે.' પતિની આવી માંગણી બાદ આયેશાએ આપઘાત પહેલા વીડિયો બનાવીને મોકલી દીધો હતો. જે બાદમાં તેણીએ નદીમાં કૂદીને આપઘાત કરી લીધો હતો. કોણ છે આ આરિફ જેના માટે આયેશાએ હસતાં મોઢે મોતને પણ વ્હાલું કર્યું હતું. અને કેવી છે તેની પ્રેમ કહાની?
આજતક વેબસાઈટમાં આવેલા આર્ટિકલ પ્રમાણે આયેશાનો પતિ આરિફ પોતાના પિતા બાબૂ ખાનની સાથે ઝાલોરની એક ગ્રેનાઈટ ફેક્ટરીમાં કામ કરે છે. તેમના પૂર્વજોના ઘરની બહાર બે દુકાનો ભાડે રાખી છે. આરિફ ગ્રેનાઇટ ફેક્ટરીમાં સુપરવાઈઝરના પદ ઉપર કામ કરે છે. જ્યારે તેમના પિતા કન્સ્ટ્રક્શન કંપનીની દેખરેખનું કામ કરે છે. આયેશાને રાજસ્થાનના ઝાલોર સાથે બાળપણથી જ લગાવ હતો. શરેના રાજેન્દ્રનગરમાં આયેશાનું નાનાનું ઘરે છે. બાળપણમાં જ્યારે સ્કૂલોમાં રજા મળથી ત્યારે તે ઝાલોર આવતી હતી. આયેશાના મામાએ આજતકને જણાવ્યા પ્રમાણે આયેશાને ઝાલોર સાથે ખુબ જ લગાવ જોતા તેના માતા-પિતાએ તેના લગ્ન અહીં કરાવી દીધા હતા.
ઝાલોર શહેરના હોસ્પિટલ ચોકડી પાસે રહેતા આરિફ સાથે વર્ષ 2018માં તેના લગ્ન થયા હતા. આયેશાના મામાએ આરોપ લગાવ્યો હતો કે લગ્ન બાદ આરિફ અને સાસરીના લોકો આયેશા ઉપર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. અંતે આયેશાએ અમદાવાદની સાબરમતી નદીમાં કૂદીને મોતને વ્હાલું કર્યું હતું. આયેશાના મામાના જણાવ્યા પ્રમાણે આયેશાને બાળપણથી જ ઝાલોર સાથે સંબંધ હતો. તે અનેક વખત ઝાલોર આવતી જતી હતી. આ દરમિયાન તેની મુલાકાત આરિફ ખાન સાથે થઈ હતી. આ મુલાકાત ધીમે ધીમે પ્રેમમાં ફેરવાઈ હતી. બંનેનો પ્રેમ જોઈને પરિવારજનોએ બંનેના ખુશી ખુશી લગ્ન કરાવ્યા હતા.
આયેશાના મામાએ આજતકને જણાવ્યા પ્રમાણે આયેશા તેના પતિ આરિફને ખુબ જ પ્રેમ કરતી હતી. તે આરિફ સિવાય અન્ય યુવક સાથે લગ્ન કરવા ન્હોતી ઈચ્છતી. આયેશાના મામા પ્રમાણે આયેશા બાળપણથી આઈએએસ બનવાનું સપનું હતું. ભણવામાં પણ આયેશા હોશિયાર હતીં. પિતાના ઘરમાં રહેવાની સાથે તેણે ફેબ્રુઆરીમાં ખાનગી બેન્કમાં નોકરી પણ શરુ કરી હતી.