Parth patel, Ahmedabad: અમદાવાદની ગુફા (Amdavad ni Gufa) ખાતે એક આર્ટ એક્ઝિબિશન ગેલેરી આવેલી છે. જે કલાકારોને તેમની આર્ટ વર્ક (Art Work) પ્રદર્શિત કરવા માટે સ્થાન આપે છે. તે શહેરની સૌથી વધુ વખત મુલાકાત લેવાતી આર્ટ ગેલેરીઓમાંની એક છે. પ્રદર્શન ગેલેરીમાં (Gallery) સાપ્તાહિક દેશભરના કલાકારો તેમજ આંતરરાષ્ટ્રીય કલાકારોના કલા પ્રદર્શનો યોજાય છે.
અમદાવાદમાં આવેલી અમદાવાદની ગુફા ખાતે દર મંગળવારે એક એક્ઝિબિશનનું (Exhibition) આયોજન કરવામાં આવે છે. જેમાં કલાકારો દ્વારા રજૂ કરવામાં આવતા આર્ટવર્ક, કલા, ચિત્રોનું એક્ઝિબિશન યોજવામાં આવે છે. આ સપ્તાહમાં જનક નાયકના પેઇન્ટિંગને (Painting) રજૂ કરવામાં આવ્યા છે. જનક નાયકે કમ્પ્યૂટર એન્જીનિયરીંગનો અભ્યાસ (Study) કરેલું છે.
અમદાવાદની ગુફા (Amdavad ni Gufa) ખાતે એક આર્ટ એક્ઝિબિશન ગેલેરી આવેલી છે. જેમાં કલાકારોને તેમના આર્ટ વર્ક (Art Work) પ્રદર્શિત કરવા માટે સ્થાન આપવામાં આવે છે. તે શહેરની સૌથી વધુ વખત મુલાકાત લેવાતી આર્ટ ગેલેરીઓમાંની એક છે. પ્રદર્શન ગેલેરીમાં (Gallery) સાપ્તાહિક દેશભરના કલાકારો તેમજ આંતરરાષ્ટ્રીય કલાકારોના કલા પ્રદર્શનો યોજાય છે.
મૂળ મહેસાણાના કડીના વતની જનક નાયકને નાની ઉંમરથી જ પેઈન્ટિંગનો ઘણો શોખ (Hobby) હોવાથી અભ્યાસ સાથે સાથે પેઈન્ટિંગ શીખતા હતા. તેમણે આ કલા ક્ષેત્રની ટ્રેઈનિંગવિનોદભાઈ પટેલ, નટુભાઈ પરીખ અને ભાવેશભાઈ ઝાલા પાસેથી મેળવી હતી. પેઈન્ટિંગ (Painting) બનાવવાનો હેતુ દુનિયામાં રંગોની સુંદરતાને નિખારવા પોતાના શોખ અને જુસ્સાથી પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા તથા માનસિક તણાવ (Mental Stress) દૂર કરવા માટેનો છે.
જનક નાયકના પેઈન્ટિંગની વાત કરીએ તો તેમાં કુદરતના (Nature) સૌંદર્યના સ્વરૂપ જેવા કે સમુદ્ર, હોડીઓ, રસ્તાઓ તથા વિવિધ પ્રકૃતિઓ વગેરેને રજૂ કરવામાં આવ્યા છે. આ તમામ પેઈન્ટિંગ હાથથી બનાવેલ કાગળ (Handmade Paper) પર બનાવવામાં આવ્યા છે. તથા તેમાં વોટર કલરનો (Water Colour) ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બધા ચિત્રો કુદરત અને માનવસર્જિત રચનાના સંયોજનને રજૂ કરે છે. આ એક્ઝિબિશનમાં 49 જેટલા પેન્ટિંગ પ્રદર્શનમાં રાખવામાં આવેલ છે.
આ એક્ઝિબિશનમાં (Exhibition) કેટલાક પેઈન્ટિંગ એ ખાસ વિષયને દર્શાવે છે. જેમાં જુદા જુદા વિષયો જેવા કે માલદીવ, દરિયો, હોડીઓ, જુદા જુદા રસ્તાઓ, પ્રકૃતિ, નગર તથા અન્ય વસ્તુઓ બતાવવામાં આવ્યા છે. જે શીખવે છે કે માનવ જીવનનો કુદરત સાથેનો નાતો (Relationships) કેટલો ગાઢ છે. આ પેઈન્ટિંગની કિંમત 5000 રૂપિયાથી શરૂ કરી 10,000 રૂપિયા સુધીની છે.
તેઓ અત્યાર સુધીમાં સોલો એક્ઝિબિશનમાં ભાગ લઈ ચૂક્યા છે. જેમાં અમદાવાદમાં 2004 માં પ્રથમ સોલો પેઈન્ટિંગ (Solo Painting) એક્ઝિબિશન અને 2015 માં બીજું સોલો પેઈન્ટિંગ એક્ઝિબિશનમાં ભાગ લીધો હતો. તેઓ 2004 થી દર વર્ષે તેમના પ્રિય પેઈન્ટિંગના કેલેન્ડર (Calendar) બનાવી લોકોને યાદગીરીરૂપે આપે છે.સરનામું : અમદાવાદની ગુફા, કસ્તુરભાઈ લાલભાઈ કેમ્પસ, ગુજરાત યુનિવર્સિટી કેમ્પસની સામે, CEPT કેમ્પસ, નવરંગપુરા, અમદાવાદ. આ એક્ઝિબિશન ગેલેરી (Exhibition Gallery) સોમવાર અને જાહેર રજાના દિવસો સિવાય તમામ દિવસોમાં ખુલ્લી રહે છે. જેનો સમય સાંજે 4.00 વાગ્યાથી રાત્રે 8.00 વાગ્યા સુધીનો હોય છે.