અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Amdavad municipal corporation) દ્વારા કોવિડ - 19 મહામારી (covid-19 pandemic) સામે વેકિસનેશન મહાઅભિયાન (Vaccination campaign) વધુ તેજ બનાવવા માટે નવતર પ્રયોગ કર્યો છે. 15થી 18 વયના બાળકો વેકિસન માટે પ્રોત્સાહિત થયા તે માટે AMC દ્વારા અલગ અલગ સ્ક્રિમ જાહેર કરાઇ છે. સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સીઆરસી ફંડ અંતર્ગત 30 હજાર સ્કૂલ બેગ આપવામા આવી છે. તેમજ લકી ડ્રો પાંચ બાળકોને 50 હજારની કિંમતના આઇ પેડ ગિફ્ટ આપવામા આવશે.
AMC મેડિકલ હેલ્થ ઓફિસર ડો ભાવિન સોલંકીએ જણાવ્યુ હતુ કે હાલમાં અમદાવાદ શહેરમાં તમામ નાગરીકોને વહેલામાં વહેલીતકે કોવિડ -19 વેક્સીન મળી રહે તે હેતુથી કોવિડ -19 વેકસીનેશન મહાઅભિયાન ચાલી રહેલ છે. ભારત સરકારની સુચનાથી શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટર અને મ્યુનિસિપલ / ગવર્નમેન્ટ હોસ્પિટલ ખાતે 60 વર્ષ કે તેથી વધુ વયના તમામ સીનીયર સિટીઝન, હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કર કે જેઓને બીજો વેક્સીન ડોઝ લગાવ્યા પછી 9 મહિના પૂર્ણ થયેલ હોય તેઓને પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવેલ છે.
આ ઉપરાંત તારીખ ૩ જાન્યુઆરી -2022થી 15થી 18 વર્ષના તમામ બાળકોનું કોવિડ -19 વેકસીનેશનનો સમગ્ર દેશમાં શુભારંભ કરવામાં આવેલ છે . સદર વેક્સીનેશન મહાઅભિયાન અંતર્ગત અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં કુલ 92,62,187 ડોઝ નાગરિકોને આપવામાં આવેલ છે , જેમાં પ્રથમ ડોઝ 52,39,298 બીજો ડોઝ 39,09,146 અને પ્રિકોશન ડોઝ -1,13,743 આપવામાં આવેલ છે.
વધુમા ડો સોલંકીએ જણાવ્યુ હતુ કે અમદાવાદ શહેરના તમામ 15થી 18 વય જૂથના બાળકોને કોવિડ - 19 વેકસીનેશન સરળતાથી મળી રહે તે હેતુ તમામ 80 અર્બન હેલ્થ સેન્ટર ઉપરાંત નક્કી કરેલ 80 પ્રાઇવેટ / મ્યુનિસિપલ શાળા ખાતે કોવિડ - 19 વેકસીનેશન સેશનનું આયોજન કરવામાં આવેલ છે. આજ દિન સુધી 2 લાખ બાળકોને વેકિસન ડોઝ આપવામાં આવ્યો છે.
હજુ પણ અંદાજીત 1 લાખ બાળકો વેકિસન ડોઝ બાકી છે. તેથી આ લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે એએમસી દ્વારા સમયાતરે અલગ અલગ સ્ક્રિમ જાહેરાત કરવામાં આવી છે . જે અંતર્ગત સ્વૈચ્છિક સંસ્થા દ્વારા ૩૦ હજાર સ્કૂલ બેગ એએમસી આપવામા આવી છે. આ ઉપરાત ૩ જાન્યુઆરી થી ૨૪ જાન્યુ વચ્ચે રસી લેનાર બાળકોના યાદીમાંથી લકી ડ્રો કરાયો છે.