પ્રણવ પટેલ, સુરત : કોરોનાએ શહેર, રાજ્ય, દેશ સહિત પૂરા વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે, દેશભરમાં રોજે રોજ કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકડાઉનમાં છૂટ આપ્યા બાદ સરકારે કોરોના સંક્રમણ વધે નહીં તે માટે ગાઈડલાઈન જાહેર કરી હતી, જેનું પાલન કરવા માટે દરેકને અપીલ કરવામાં આવી છે. પરંતુ હજુ પણ કેટલાક સ્થળે બેદરકારી રાખી નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવે છે.