દીપિકા ખુમાણ, અમદાવાદ : અમદાવાદીઓ પાણીપુરી ખાતા ચેતજો. ફૂડ વિભાગની તપાસમાં પાણીપુરીનું પાણી અસુરક્ષિત હોવાનું સામે આવ્યું છે. છેલ્લા બે મહિનામાં 460 જેટલા નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં 421ના પરિણામ આવ્યા હતા આ પરિણામો પાણીપુરીનું પાણી બન્યું છે અન સેફ. ખાવા પીવાના શોખીન અમદાવાદીઓ હવે ચેતી જજો કારણ કે ખાવા પીવાની ચીજવસ્તુઓમાં ભેળસેળ અને અખાદ્ય હોવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના લીધેલા સેમ્પલની તપાસમાં બહાર આવ્યું છે.
હાલમાં ચાલી રહેલી ચોમાસાની સિઝન તથા તહેવારોની સિઝનમાં બિમારીઓ વધુ ના ફેલાય તે માટે કોર્પોરેશન દ્વારા એક્શન મોડમાં આવી જેમાં અમદાવાદ શહેરની 19 દુકાનોમાંથી ચીજવસ્તુઓ અને પાણીની બોટલના સેમ્પલ લીધાંજૂન અને જુલાઈ માસમાં શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલી 19 દુકાનોમાંથી ચીજવસ્તુઓ અને મિનરલ વોટર પાણીની બોટલોના સેમ્પલ લીધા હતા.
કઈં કઈં જગ્યાએથી લીધા સેમ્પલ - જેમાં સેટેલાઇટની ભાવનાબેનની પાણીપુરી, સેટેલાઈટના જોધપુર રોડ પર જગદીશ શાહ પકોડી સેન્ટર અને નવરંગપુરા ફાયર સ્ટેશન પાસે આર કે કીચનના પાણીપુરીના પાણીના લેવાયેલા નમૂના અખાદ્ય હોવાનું બહાર આવ્યું છે. પાંચ પેકેજડ મિનરલ વોટરની એજન્સીમાંથી પાણી અસુરક્ષિત હોવાનું સામે આવ્યું છે.
વેપારીઓનું શું કહેવું છે? - કોર્પોરેશનના રિપોર્ટમાં અખાદ્ય પાણી પૂરી અંગે અમે વેપારીઓ પૂછ્યું, જેમાં અમદાવાદના જોધપુર વિસ્તારમાં જગદીશ પાણીપુરી સેન્ટરના વેપારીએ કહ્યું કે, કોર્પોરેશનના ચેકીગમાં ઘણી ત્રુટીઓ છે. ચેકીગ કરે ક્યારે અને ટેસ્ટ ક્યારે કરે તે બંનેના સમય ગાળામાં જો ફેર હોય તો ઘણા પાણી અન ફીટ આવી શકે છે. આ વચ્ચે એ પણ જાણવા મળ્યું કે, તેમને કોઈ પણ પ્રકારના પરિણામ અંગેની માહિતી આપવામાં નથી આવી.
તો આ અંગે અમે સેટેલાઈટમાં ભાવનાબેનની પાણીપુરી સેન્ટર પણ પહોંચ્યા જ્યાં અમને લોકોએ કહ્યું કે, તેમને સારી પાણીપુરી ખાવી છે પરંતુ સારી કહેવી કોને તો બીજી તરફ વેપારીઓએ પણ કહ્યું કે, અમારી પાણી પુરીમાં કોઈ ઇસ્યુ નથી અમને કોઈ નોટિસ પણ નથી મળી. ૩૧ જુલાઈના રોજ જે પાણીપુરીના ટેસ્ટ લેવામાં આવ્યા એ પાણીપુરીનો રિપોર્ટ ૨૪ ઓગસ્ટએ મળ્યો. અમદાવાદીઓ પણ વિચારી રહ્યા છે કે, આ પાણીપુરી તેમની માટે અન સેફ હોય તો રિપોર્ટ માટે શા માટે ૨૪ દિવસ રાહ જોવી પડે? તો વેપારીઓ કહે છે કે પાણી પૂરીના સેમ્પલ બાદ તેની રાસાયણિક પ્રક્રિયા ક્યારે થાય છે એ નો સમય પણ જરૂરી છે.