અમદાવાદ: ગુજરાતના ખેડૂતો સાવધાન થઇ જજો. રાજ્યમાં બેવડી ઋતુ વચ્ચે ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રવી પાક પર વધુ એક માવઠાના એંધાણ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી (Ambalal Weather Forecast) સામે આવી છે. અંબાલાલ પટેલ અનુસાર, 22થી 26 ફેબ્રુઆરી દરમિયાન માવઠું (unseasonal rain) થઈ શકે છે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં માવઠું થઈ શકે છે.
રાજ્યમાં હાલ બેવડી ઋતુ અનુભવાઇ રહી છે. સવારે અને રાત્રે ઠંડી જોવા મળે છે. જ્યારે દિવસે ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. આવામાં અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના હવામાનને લઇને મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં માવઠું થઈ શકે છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં માવઠું થઈ શકે છે. ઉપરાંત સૌરાષ્ટ્રના જિલ્લાઓ, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં માવઠું થઈ શકે છે. માર્ચમાં પણ માવઠું થવાની આશંકા છે.
ગરમીને લઇ હવામાન વિભાગની આગાહી (Gujarat Weather Forecast) સામે આવી છે. જે અનુસાર આગામી પાંચ દિવસ સુધી બેવડી ઋતુનો અનુભવ થશે. ફેબ્રુઆરીના મધ્યમાં ઠંડીનો એક રાઉન્ડ આવશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગરમીમાં વધારો થયો છે. અમદાવાદમાં 13.3 અને ગાંધીનગર 11.4, નલિયા 16.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 26.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
રાજ્યમાં હાલ ડબલ ઋતુનો મારે ચાલી રહ્યો છે. બપોરે તાપમાન વધતા ગરમી અનુભવાઇ રહી છે જ્યારે સવારે અને સાંજથી તાપમાનમાં ઘટાડો અનુભવાઇ છે. રાજ્યમાં સરેરાશ તાપમાન 14 ડિગ્રી નોંધાયુ છે. રવિવારે અમદાવાદનું તાપમાન 13.1 ડિગ્રી નોંધાયુ હતુ. આ સાથે જ નલિયાનું તાપમાન 12 ડિગ્રી નોંધાયુ હતુ. રાજકોટ અને વડોદરામાં પણ તાપમાનનો પારો 14 ડિગ્રીએ પહોંચ્યો હતો. જ્યારે રવિવારે કચ્છનાં તો આજે દ્વારકાનાં વાતાવરણમાં પલટો આવ્યો છે.