વિભુ પટેલ, અમદાવાદ: રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને રાજ્યમાં પશ્ચિમ દિશા તરફના પવન ફૂંકાઇ રહ્યા છે. પરંતુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઇ રહ્યું છે. જેના કારણે ગુજરાતના વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે. હવામાન વિભાગનું અનુમાન છે કે, આગામી 24 કલાક મહત્તમ તાપમાન યથાવત રહેશે અને ત્યાર બાદ મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી તાપમાન ઘટી જશે. જ્યારે પવનની ગતિ તેજ થશે. આવતીકાલથી 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. પવનની ગતિ તેજ થવાના કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.