અમદાવાદ: રાજ્યમાં બે દિવસ બાદ ફરી ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. રાજ્યના 12 શહેરોમાં ઠંડી વધી છે. અમદાવાદમાં પવન ફંકાતા ઠંડીનો ચમકારો અનુભવાયો છે, ત્યારે નવા વર્ષમાં પણ હવામાન અંગે મોટી આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલની મોટી આગાહી સામે આવી છે. તેમના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી મહિનામાં ઠંડીની સાથે કમોસમી વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલની આગાહીને લીધે ખેડૂતોની ચિંતામાં ફરી વધારો થયો છે. નવા વર્ષમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. નવા વર્ષની શરૂઆતમાં અંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી કરી છે. તેમની આગાહી અનુસાર, જાન્યુઆરીમાં ગુજરાતમાં માવઠું થઈ શકે છે. આ મહિને ઠંડી સાથે માવઠાનો માર પડશે. જાન્યુઆરીની શરૂઆતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. જાન્યુઆરીમાં કેટલાક વિસ્તારમાં માવઠું થઈ શકે છે. માવઠાને કારણે ખેતીના પાકને અસર થઈ શકે છે. આમ, આગાહીને લીધે ખેડૂતોની ચિંતામાં ફરી વધારો થયો છે.
રાજ્યમાં બે દિવસ બાદ ફરી ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. એક જ રાતમાં પારો 3 ડિગ્રી સુધી ગગડતાં કડકતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યના 12 શહેરોમાં ઠંડી વધી છે. અમદાવાદમાં પવન ફંકાતા ઠંડીનો ચમકારો અનુભવાયો છે. નલિયામાં 10.2 ડિગ્રી, જ્યારે અમદાવાદમાં 14.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં વાતાવતરણ સુકું રહેતાં ઠંડીમાં રાહત જોવા મળી છે. ફરી ઠંડીનો ચમકારો જોવા મળતાં લોકો રાતના સમયે તાપણું કરતાં અને ગરમ કપડામાં લપેટાયેલા જોવા મળી રહ્યા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, હજુ તાપમાન ગગડશે. આગામી 48 કલાક તાપમાન ગગડશે અને ત્રણ દિવસ સુધી તાપમાનમાં કોઇ ફેરફાર જોવા મળશે નહીં. જ્યારે 24 કલાક વાતાવતરણ સુકૂં રહેશે. આમ, હવામાન વિભાગની આગાહી અનુસાર, હવે ઠંડીમાં વધારો થતો જોવા મળશે. અમદાવાદમાં પારો 14.1 ડિગ્રીએ પહોંચ્યો છે. પવનની ગતિ 10 કિલોમીટરની રહેતા ઠંડીની તીવ્રતામાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ગાંધીનગરમાં 15.3, વડોદરામાં 14.4, સુરતમાં 15.8, રાજકોટમાં 12.5, નલિયામાં 10.2, ભુજમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
માઉન્ટ આબુમાં કડકડતી ઠંડી યથાવત છે. વર્ષ 2022ના છેલ્લા દિવસે શનિવારે બપોર બાદ મોડી રાત સુધી ઠંડીની અસર જોવા મળી હતી. નવા વર્ષની પહેલી સવારે 1 જાન્યુઆરી, 2023ના રોજ નક્કી તળાવમાં ઉભેલી બોટ બરફમાં થીજી ગયેલી જોવા મળી હતી. વહેલી સવારે માઉન્ટ આબુમાં શિયાળાનું વલણ તેજ હતું. આ કડકડતી ઠંડીમાં લોકોએ ફરવાનો ભરપૂર આણંદ માણ્યો હતો.