Ambaji Darshan Timings: દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. દરમિયાન ગુજરાત સરકારે મૂકેલા નિયંત્રણ અંતર્ગત 31મી જાન્યુઆરી જાન્યુઆરી સુધી અંબાજી મંદિર (Ambaji Temple Darshan) બંધ રાખવામાં આવ્યા હતા. જોકે, 28મી જાન્યુઆરીના નિયંત્રણો 28મી ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવતા નવા નિયમો લાગું થયા છે. આ સ્થિતિને જોતા અંબાજી મંદિરમાં દર્શન (Ambaji Temple Darshan Timings) કરવા માટે એડવાન્સ બુકિંગ કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે .
અંબાજી મંદિરનું બુકિંગ દેવસ્થાન ટ્રસ્ટની વેબસાઇટ www.ambajitemplebooking.in અથવા www.ambajitemple.inપરથી દરેક દર્શનાર્થીઓએ બુકિંગ કરાવવાનું રહેશે. બુકિંગ કરાવનાર દર્શનાર્થીઓએ દર્શન કરવાના હોય તેની તારીખ નાખવાની રહેશે. ઓનલાઇન દર્શન ટાઇમ અને સ્લોટ મુજબ નાખવાના રહેશે અને યાત્રિકે પોતાનું નામ, મોબાઇલ નંબર, ઈમેલ આઈડી, પ્રફુ જેવી વિગતો ભરવાની રહેશે.
15-18 વર્ષના સગીરોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધાનું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. દર કલાકના સ્લોટમાં વધુમાં વધુ 150 યાત્રિકો જ પ્રવેશ મેળવી શકશે. 15 વર્ષથી નાના સગીરો તેમજ બાળકોને તાપમાન ચકાસીને પ્રવેશ આપવામાં આવશે. 65 વર્ષથી વધુ ઉંમરના સિનીયર સિટીઝન્સ અને દિવ્યાંગો અને નાના બાળકો ઘરેથી ઓનલાઇન દર્શન કરે તેવું પણ હિતાવહ છે.