દિપીકા ખુમાણ, અમદાવાદઃ ભારત સરકારના (Government of India) આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદિક ઉપચાર પધ્ધતિ (Ayurvedic treatment method) માટે દિશાનિર્દેશો તૈયાર કરવામાં આવ્યા છે.તે પ્રમાણે વિવિધ આર્યુવેદિક દવાઓ તૈયાર કરવામાં આવી છે. જેના સેવનથી લોકોની રોગપ્રતિકાર શક્તિમાં (Immunity) વધારો થવાથી ઘણા સકારાત્મક પરિણામો મળ્યા છે. અમદાવાદ સિવિલની (Ahmedabad civil) ડેડીકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં પણ આયુષ મંત્રાલયની (Ministry of AYUSH) ગાઇડલાઇન (Guideline) પ્રમાણે અમદાવાદની જ અખંડાનંદ સરકારી આયુર્વેદિકની (Akhandanand Government Ayurvedic) ટીમ આર્યુવેદિક સારવાર માટે છેલ્લા 1 વર્ષથી કાર્યરત છે.
અખંડાનંદ કોલેજના ચિકિત્સા વિભાગના હેડ સુરેન્દ્ર સોની કહે છે કે કોરોના વાયરસની બિમારીમાં આયુર્વેદિક ઉપચાર પધ્ધતિ સહાયકરૂપે અસરકારક નિવડી છે. સિવિલની ડેડીકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં એક વર્ષમાં અમે કોરોનાગ્રસ્ત દર્દીઓને આયુર્વેદિક દવાઓ સહાયક સારવાર પધ્ધતિ રૂપે આપી રહ્યા છે. જેના અમને સકારાત્મક પરિણામો મળ્યા છે.
અખંડાનંદ આયુર્વેદિક કોલેજના પ્રિન્સીપાલ શ્રી હર્ષીત શાહ જણાવે છે કે, " આયુષ વિભાગની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સિવિલની ડેડીકેટેડ 1200 બેડ હોસ્પિટલની ઓ.પી.ડી.માં આયુર્વેદિક ઓ.પી.ડી. પણ કાર્યરત છે. જેમાં કોરોનાની પ્રાથમિક તપાસ અર્થે આવતા દર્દીઓને તેમની બિમારીની ગંભીરતા પ્રમાણે આયુર્વેદિક દવાઓ, સારવાર આપવામાં આવે છે.