Home » photogallery » ahmedabad » Navratri 2022: નવલા નોરતાંમાં આકર્ષણનું કેન્દ્ર બનશે પાઘડી, જુઓ સવા ચાર કિલોની તિરંગા કમલ પાઘડી

Navratri 2022: નવલા નોરતાંમાં આકર્ષણનું કેન્દ્ર બનશે પાઘડી, જુઓ સવા ચાર કિલોની તિરંગા કમલ પાઘડી

Navratri 2022: દર વર્ષે અવનવી થીમ સાથે પાઘડી લઈને આવતા અનુજે આ વખતે આઝાદીના અમૃત મહોત્સવને લઈ તિરંગા કમલ પાઘડી બનાવી છે. જે નવરાત્રી પહેલા જ આકર્ષણનું કેન્દ્ર બની છે. 

विज्ञापन

  • 14

    Navratri 2022: નવલા નોરતાંમાં આકર્ષણનું કેન્દ્ર બનશે પાઘડી, જુઓ સવા ચાર કિલોની તિરંગા કમલ પાઘડી

    સંજય ટાંક, અમદાવાદ: નવરાત્રી નજીક આવતા જ ગરબા રસિકોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. જોકે આ વખતની નવરાત્રીમાં ગરબા ખેલૈયાઓ માટે ખાસ બની રહેવાની છે. કારણ કે આ વખતે ગરબામાં સવા ચાર કિલોની તિરંગા કમલ પાઘડી જોવા મળશે. આ પાઘડી ખેલૈયા અનુજ મુદલિયારએ બનાવી છે.

    MORE
    GALLERIES

  • 24

    Navratri 2022: નવલા નોરતાંમાં આકર્ષણનું કેન્દ્ર બનશે પાઘડી, જુઓ સવા ચાર કિલોની તિરંગા કમલ પાઘડી

    દર વર્ષે અવનવી થીમ સાથે પાઘડી લઈને આવતા અનુજે આ વખતે આઝાદીના અમૃત મહોત્સવને લઈ તિરંગા કમલ પાઘડી બનાવી છે. જે નવરાત્રી પહેલા જ આકર્ષણનું કેન્દ્ર બની છે. અનુજ દર વર્ષે અલગ અલગ થીમ પર ગરબામાં ટ્રેડિશનલ ડ્રેસની સાથે પાઘડી લઈને આવે છે. અને તે પણ જેવી તેવી પાઘડી નહિ એ તો સવા ચાર કિલોની પાઘડી છે. જે આ વખતે તિરંગા કમલની થીમ પર બનાવવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 34

    Navratri 2022: નવલા નોરતાંમાં આકર્ષણનું કેન્દ્ર બનશે પાઘડી, જુઓ સવા ચાર કિલોની તિરંગા કમલ પાઘડી

    અનુજ જણાવે છે કે તે છેલ્લા છ વર્ષથી તે આ પ્રકારે પાઘડીની અલગ અલગ થીમ સાથે ગરબાના ગ્રાઉન્ડ પર ઉતરે છે. વર્ષ 2017માં GST ની થીમ, 2018 હેરિટેજ થીમ, 2019માં મોદી પાઘડી, 2020માં કોરોના વોરિયર્સ થીમ પર અને 2021માં રિયલ હીરો સોનુ સુદ થીમ પર પાઘડી અનુજ એ બનાવી હતી. આ વખતે આઝાદીના 75 વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે અનુજની પાઘડીમાં તિરંગા અને કમલ બંને જોવા મળી રહ્યા છે. આ પ્રકારે પાઘડી બનાવવા માટે એક મહિના જેટલો સમય લાગે છે.

    MORE
    GALLERIES

  • 44

    Navratri 2022: નવલા નોરતાંમાં આકર્ષણનું કેન્દ્ર બનશે પાઘડી, જુઓ સવા ચાર કિલોની તિરંગા કમલ પાઘડી

    આ પાઘડીમાં 7 મીટર કાપડ વપરાયું છે. છેલ્લા પાંચ વર્ષથી નવરાત્રીમાં પાઘડી અનુજની ઓળખ બની ગઈ છે. પોતાને મળેલા એવોર્ડ અંગે અનુજ જણાવે છે કે, દર વર્ષની તેની આ પાઘડી થીમના કારણે 2019માં તેને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડમાં સ્થાન મળ્યું છે. આ ઉપરાંત ઇન્ટરનેશનલ ડાન્સ કોરીયોગ્રાફરના 10 એવોર્ડ, નવરાત્રી બેસ્ટ કોશ્યુમ, બેસ્ટ પાઘડી, ડિઝાઈનર ઓફ થાઈલેન્ડના એવોર્ડ અનુજે મેળવ્યા છે. 

    MORE
    GALLERIES