અમદાવાદના એસજી હાઇવે વિસ્તાર, પ્રહ્લલાદ નગર, બોડકદેવ, સરખેજ, વેજલપુર, બોપલ, થલતેજ, ચાંદખેડામાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો. તો બીજી તરફ પૂર્વ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. હીરાવાડી, બાપુનગર, ઠક્કરબાપા નગર, વિરાટનગર વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો હતો.