Home » photogallery » ahmedabad » Ahmedabad Rain Forecast: આજે ફરી અમદાવાદને ધમરોળશે માવઠું, આટલી ઝડપથી ફૂંકાશે પવન!!

Ahmedabad Rain Forecast: આજે ફરી અમદાવાદને ધમરોળશે માવઠું, આટલી ઝડપથી ફૂંકાશે પવન!!

Ahmedabad Rain Forecast: માવઠા અંગે હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો, આજે ક્યાં ભારે પવન સાથે પડશે વરસાદ, ક્યારે માવઠાથી મળશે છૂટકારો...

  • 15

    Ahmedabad Rain Forecast: આજે ફરી અમદાવાદને ધમરોળશે માવઠું, આટલી ઝડપથી ફૂંકાશે પવન!!

    વિભુ પટેલ, અમદાવાદ: રાજસ્થાન પર એક સાક્લોનિક સરક્યુલેશન સક્રિય છે. જેના કારણે ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કમોસમી વરસાદ થઇ રહ્યો છે અને હજી પણ આગામી 24 કલાક કમોસમી વરસાદની સ્થિતિ યથાવત રહેશે (Ahmedabad Rain Forecast). રાજ્યના અમુક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ થયો છે. વરસાદ તો એવી રીતે આવી રહ્યો છે જાણે ચોમાસું ચાલતું હોય. પરંતુ હવે લોકો આ માવઠાના મારથી છૂટકારો મળે તેની રાહ જોઈએ રહ્યા છે. આવતીકાલથી માવઠાના મારથી છૂટકારો મળે તેવું અનુમાન છે.

    MORE
    GALLERIES

  • 25

    Ahmedabad Rain Forecast: આજે ફરી અમદાવાદને ધમરોળશે માવઠું, આટલી ઝડપથી ફૂંકાશે પવન!!

    હવામાન વિભાગના ડાયરેકટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના અમુક વિસ્તારમાં થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી થશે અને સામાન્ય વરસાદ થવાનું અનુમાન છે. 24 કલાક બાદ માવઠાથી છૂટકારો મળે તેવું લાગી રહ્યુ છે. આજે અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, ભાવનગર, બોટાદ, અમરેલી, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ અને 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. સાથે સામાન્યથી મધ્યમ વરસાદ થવાનું અનુમાન છે.

    MORE
    GALLERIES

  • 35

    Ahmedabad Rain Forecast: આજે ફરી અમદાવાદને ધમરોળશે માવઠું, આટલી ઝડપથી ફૂંકાશે પવન!!

    જોકે, આવતીકાલથી કોઈ સિસ્ટમ સક્રિય રહેશે નહીં અને ગુજરાતના માટોભાગના વિસ્તારનું વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન છે. આગામી 48 કલાક મહત્તમ તાપમાન યથાવત રહેશે અને ત્યાર બાદ મહત્તમ તાપમાન 2થી 4 ડિગ્રી વધી જશે. લઘુતમ તાપમાન પણ 48 કલાક બાદ 2થી 3 ડિગ્રી વધશે.

    MORE
    GALLERIES

  • 45

    Ahmedabad Rain Forecast: આજે ફરી અમદાવાદને ધમરોળશે માવઠું, આટલી ઝડપથી ફૂંકાશે પવન!!

    જોકે તાપમાન વધશે. જેના કારણે ગરમીનું પ્રમાણ પણ વધશે અને માવઠાથી છૂટકારો મળશે. અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ નોંધાયું છે અને 48 કલાક બાદ મહત્તમ તાપમાન 37 ડીગ્રી પહોંચવાનું અનુમાન છે.

    MORE
    GALLERIES

  • 55

    Ahmedabad Rain Forecast: આજે ફરી અમદાવાદને ધમરોળશે માવઠું, આટલી ઝડપથી ફૂંકાશે પવન!!

    પરંતુ હવામાન નિષ્ણાત આંબાલાલનું અનુમાન છે કે, માર્ચ મહિલના અંતમાં ફરી વાતાવરણમાં પલટો આવશે. એટલે કે 26થી 28 માર્ચના વાતાવરણમાં પટલો આવવાનું અનુમાન છે.

    MORE
    GALLERIES