હર્મેશ સુખડિયા, અમદાવાદ: ટ્રાફિકના (Traffic Rules) નિયમ ભંગ કરીને દંડ (Fines) ન ભરવાના બહાના હવે નહિ ચાલે. કારણ કે અમદાવાદ ટ્રાફિક પોલીસ (Ahmedabad Traffic Police) વધુ ડિજીટલ (Digital) બની છે. એટલે કે સ્થળ પર જ હવે પીઓએસ મશીન દ્વારા દંડ વસુલી શકાશે. અમદાવાદ ના અલગ અલગ 150 સ્થળ પર 150 મશીન રાખવા માં આવ્યા છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ હવે ડિજિટલ યુગ તરફ આગળ વધી રહી છે. પહેલા ટ્રાફિકના નિયમનો ભંગ કરનારને સીસીટીવી થકી ઈ મેમો મોકલવાની શરૂઆત કરવામાં આવી અને હવે પીઓએસ મશીન દ્વારા સ્થળ પર ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ત્યાં જ દંડ વસુલશે.
લોકો જે બહાના કરતા હતા કે રોકડા રૂપિયા નથી, સાથે ઓનલાઇન દંડ ભરી તો પાવતી નથી મળતી ત્યારે હવે લોકોના આ ખોટા બહાના નહિ ચાલે. કારણે ટ્રાફિક પોલીસ પાસે ૧૫૦ પીઓએસ મશાીન આવી ગયા છે. જેના થકી જ નિયમનો ભંગ કર્યો અને ભંગ કરનાર પાસે રોકડા રૂપિયા ન હોય તો તે તેના ડેબિટ કે ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કરીને દંડ ભરી દેવો પડશે અને ત્યા જ તેને પીઓએસ મશીન માંથી સ્લીપ પણ આપી દેવાશે. એટલે હવે અમદાવાદની જનતાના ટ્રાફિક ભંગના લઈ કોઈજ બહાને બાજી નહિ ચાલી શકે.
શહેરના તમામ ટ્રાફિક પોલીસસ્ટેશન દ્વારા કરોડો રૂપિયાનો દંડ ઉઘરાવવામાં આવ્યો છે. ત્યારે હવે અમદાવાદ ટ્રાફિક પોલીસ 150 પીઓએસ મશીનથી અગાઉનો બાકી દંડ પણ લેશે. સાથે જ સ્થળ પર નિયમનો ભંગ કરશે તો દંડ ઉઘરાવશે. જેમા હાલ માસ્કનો દંડ સિગ્નલ ભંગ, હેલમેટ ન પહેર્યુ હોય તે તમામ દંડ વસુલાશે. પીઓએસ મશીનથી ટ્રાફિક ભંગ કરનારા ફોટા પણ પાડી શકય છે. જો દંડ ભરવામાં આનાકાની કરે તો ફોટો પાડી ઇ મેમો પણ જનરેટ કરવામાં આવી શકે છે તેવું આ એપ્લિકેશનો બનાવનાર વસીમભાઈ એ જણાવ્યું હતું.
આ પહેલ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે શુક્વારે થી જ શરુ કરી છે. ત્યારે અમદવાદ શહેર પોલીસ કમિશ્નરે પોતાના ટ્રાફિક પોલીસ જવાન ને વધુ માં કહ્યું હતું કે ટ્રાફિક પોલીસ એ પોલીસ વીભાગ નું નાક સમાન છે. જેથી ટ્રાફિક પોલીસે લોકો સાથે સારો વ્યવહાર અને સારું વર્તન રાખવાનું રહેશે લોકો ના દિલ જીતી શકશે એ જ આ જમાનાની જરૂરિયાત છે.