અમદાવાદમાં મીઠાઈનાં વેચાણમાં વધારો જોવા મળ્યો છે પરંતુ તેની સામે મીઠાઈનાં ભાવ સામન્ય નાગરિકને પોસાઈ એવા નથી. વિક્રેતાઓ ખુદ સ્વીકારે છે કે મીઠાઈમાં નવી નવી વેરાયટી આવી છે પરંતુ ભાવમાં 25 % વધારો છે. આ અંગે કંદોઈ શોપ મેનેજર ચિરાગ પટેલનાં કહેવા પ્રમાણે રો-મટિરિયલ અને લેબર કોસ્ટમાં વધારો થતા મીઠાઇના ભાવમાં 10થી 15 ટકાનો વધારો થયો હોવા છતાં મીઠાઇની ડિમાન્ડમાં 30થી 35 ટકાનો બિઝનેસ થયો છે.