

અમદાવાદમાં આવેલી એક શાળાના વિદ્યાર્થીઓએ રક્ષાબંધન નિમિત્તે એક ખાસ રાખડી તૈયાર કરી છે. એક મહિનાથી વધુની મહેનતના અંતે વિદ્યાર્થીઓએ 250 ફૂટની રાખડી તૈયાર કરી છે. આ રાખડીમાં પુલવામામાં શહીદ થયેલા સૈનિકો પર બનાવવામાં આવી છે. અને આ શહિદોને અનોખી શ્રધ્ધાંજલિ આપવામાં આવી છે. (સંજય ટાંક, અમદાવાદ)


રક્ષાબંધન અને સ્વતંત્રતા દિવસ એક જ દિવસે આવી રહ્યા છે ત્યારે સાધના વિનય મંદીર સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા 250 ફૂટની રાખડી તૈયાર કરવામા આવી છે. આ રાખડી કોઇ સામાન્ય રાખડી નહી પરંતુ પુલવામાં હુમલામા શહીદ થયેલ જવાનો પર ખાસ બનાવવામા આવી છે.


માર્ટીયર ઓફ ધ પુલવામા એટેક માતૃભુમિ માટે શહીદ થયેલ 40 વીર જવાનોને શ્રધ્ધાંજલિ અર્પલ કરવા તેમના ફોટા પણ રાખડીમાં મુકવામા આવ્યા છે. જો ગૃહમંત્રાલયની મંજૂરી મળે તો વિદ્યાર્થીઓ દ્વારા પુલવામાં ખાતે મુલાકાત લઇને સૈનિકોને અર્પણ કરવામા આવશે.


ઉલ્લેખનીય છે કે સાધના વિનય મંદીર દ્વારા છેલ્લા 14 વર્ષથી વિવિધ વિષયો પર રાખડી તૈયાર કરવામા આવે છે.. જેમાં બેટી બચાવો. બેટી પઢાવો, વાંચે ગુજરાત, સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત વગેરેની થિમ બનાવવામા આવી હતી. ગત વર્ષે પણ 200 ફૂટની રાખડી બનાવીને નડાબેટ ખાતે સૈનિકોને બાંધવામા આવી હતી.