નવીન ઝા, અમદાવાદ : ગુજરાતમાં દારૂની હેરાફેરી માટે (Bootleggers) દારૂ માફિયાઓ અલગ અલગ તરકીબ (New Techniques of Bootlegging) લાવી રાજય માં દારૂ ઘુસાડે છે અને જેમાં ખાસ કરી ને રાજસ્થાન,હરિયાણા અને પંજાબ માંથી મોટા પ્રમાણ માં દારૂ ગુજરાત માં લાવવામાં આવે છે. થોડા દિવસો પહેલાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે અનેક ટ્રક સાથે દારૂ (Liquor Caught) કબ્જે કર્યું હતું અને આરોપીઓ ની ધરપકડ પણ કરી હતી. અમદાવાદની સોલા પોલીસે ફરી વાર દારૂ ભરેલી ટ્રક સાથે કુલ 4 લોકોની ધરપકડ કરી છે અને તેમની પાસે થી 19 લાખ 80 હજારના દારૂ સાથે 30 લાખ થી વધુ નો મુદ્દમાલ કબ્જે કરેલ છે.
આરોપી બરકત ખાન સિંધી,તાહર ખાન સિંધી,ફોટા ખાન સિંધી અને લક્ષમણ સિંહ રાજપૂત નામના આરોપીઓ ટ્રક માં દારૂ લઈ ને આવ્યા હતા. આરોપીઓ રાજસ્થાનના રહેવાસી છે અને ટ્રક માં દારૂની સાથે સફરજન લઈ ને આવ્યા હતા અને પોલીસ ને શંકા ના જાય તે માટે આગળના ભાગે સફરજન રાખી પાછળ દારૂની પેટીઓ રાખી હતી અને સફરજનની આડ માં દારુ લઈને આવી રહ્યાં હતાં.
પોલીસે સોલા SP રિંગ રોડ પાસે આવેલ પાર્થ પાર્ટી પ્લોટ પાસે જાહેરમાં ટ્રક ઉભી રાખી હતી અને પોલીસે બાતમીના આધારે ધરપકડ કરી લીધી છે. આ મામલે સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.પી.જાડેજા નું કેહવું છે કે હાલ આરોપીઓ સામે પ્રોહી એક્ટ કલમ 66(1)બી,65(એ)(ઈ),116(1)બી,81,98(2) મુજબ ફરિયાદ દાખલ કરી તપાસ કરવા માં આવી રહી છે અને આ લોકો કોના કેહવાથી દારૂ લઈ ને આવ્યા હતા અને આ દારૂ નો જથ્થો ક્યાં લઈ જવાના હતા તેની પણ તપાસ કરવા માં આવી રહી છે.
મહત્વ નું છે કે હાલ ગુજરાત પોલીસ આવા લોકો સામે વધુ કાર્યવાહી કરી રહી છે અને DGP આશિષ ભાટિયા દ્વારા થોડા દિવસ પહેલાજ ડ્રગ ને લઈ કડક કાર્યવાહી ન આદેશ આપ્યા હતા અને જેમાં છેલ્લા એક મહિનામાં કરોડો રૂપિયા નું ડ્રગ પણ કબ્જે કરવા માં આવ્યું હતું અને કરોડો રૂપિયા ના ડ્રગ નું નાશ પણ કરવા માં આવ્યું હતું.