Home » photogallery » ahmedabad » અમદાવાદ: કોરોનાગ્રસ્ત પોલીસકર્મીઓ શરૂ કરાઈ ખાસ વ્યવસ્થા, જાણીને તમે પણ ગર્વ અનુભવશો

અમદાવાદ: કોરોનાગ્રસ્ત પોલીસકર્મીઓ શરૂ કરાઈ ખાસ વ્યવસ્થા, જાણીને તમે પણ ગર્વ અનુભવશો

રામોલ પોલીસ સ્ટેશન (Ramol police station)માં આઇસોલેશન રૂમ (Isolation room) બનાવવામાં આવ્યો છે. જ્યાં પાંચ નોર્મલ આઇસોલેશન બેડ અને 2 ઓક્સિજન બેડ બનાવવામાં આવ્યા છે.

  • 17

    અમદાવાદ: કોરોનાગ્રસ્ત પોલીસકર્મીઓ શરૂ કરાઈ ખાસ વ્યવસ્થા, જાણીને તમે પણ ગર્વ અનુભવશો

    હર્મેશ સુખડિયા, અમદાવાદ: શહેરમાં સૌપ્રથમ બાપુનગર પોલીસ સ્ટેશન (Bapunagar police station)માં અગાઉ પીઆઇ તરીકે ફરજ બજાવી ચૂકેલા નીરવ વ્યાસે (Nirav Vyas) કોરોનાગ્રસ્ત પોલીસકર્મીઓ માટે દવાઓ અને જમવાની વ્યવસ્થાઓ સાથે રૂમ તૈયાર કર્યો હતો. હવે રામોલ પોલીસ સ્ટેશન (Ramol police station)માં આઇસોલેશન રૂમ (Isolation room) બનાવવામાં આવ્યો છે. જ્યાં પાંચ નોર્મલ આઇસોલેશન બેડ અને 2 ઓક્સિજન બેડ બનાવવામાં આવ્યા છે. પોલીસકર્મીને કોરોનાની અસર થાય અને ઘરે આઇસોલેશનમાં ન રહી શકે તેમ હોય તો તેમનેઅહીં રાખવામાં આવશે. બીજી તરફ દિવસ દરમિયાન ડૉક્ટર પણ વિઝીટ કરશે. જે પોલીસકર્મીઓ આઇસોલેશનમાં રહેશે તેમને નાસ્તો અને જમવાનું પણ આપવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 27

    અમદાવાદ: કોરોનાગ્રસ્ત પોલીસકર્મીઓ શરૂ કરાઈ ખાસ વ્યવસ્થા, જાણીને તમે પણ ગર્વ અનુભવશો

    શહેરમાં કોરોનાના કારણે સ્થિતિ બગડી રહી છે. સામાન્ય લોકોને દાખલ થવા માટે હૉસ્પિટલમાં જગ્યા નથી. લોકોને ઓક્સિજન નથી મળી રહ્યો, એવામાં શહેર પોલીસ વિભાગમાં હાલ 300થી વધુ પોલીસકર્મી અને અધિકારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 37

    અમદાવાદ: કોરોનાગ્રસ્ત પોલીસકર્મીઓ શરૂ કરાઈ ખાસ વ્યવસ્થા, જાણીને તમે પણ ગર્વ અનુભવશો

    જોકે, વેક્સીનના બે ડોઝ લઈ લીધા હોવાથી તેઓની તબિયત વધુ ખરાબ ન થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ સારી બાબત વચ્ચે માત્ર ત્રણ જ અધિકારીઓ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ દરમિયાન રામોલ પોલીસ સ્ટેશનમાં આઇસોલેશન રૂમ બનાવવામાં આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 47

    અમદાવાદ: કોરોનાગ્રસ્ત પોલીસકર્મીઓ શરૂ કરાઈ ખાસ વ્યવસ્થા, જાણીને તમે પણ ગર્વ અનુભવશો

    રામોલ પીઆઇ કે. એસ. દવેએ ડૉક્ટર અને લોકોનો સહયોગ મેળવી પોલીસ સ્ટેશનમાં ડિસ્ટાફ ઓફિસની ઉપર જ આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરી છે. જે પણ પોલીસકર્મીને કોરોનાની અસર થશે તેમને તાત્કાલિક સારવાર માટે આઇસોલેશન રૂમમાં રાખવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 57

    અમદાવાદ: કોરોનાગ્રસ્ત પોલીસકર્મીઓ શરૂ કરાઈ ખાસ વ્યવસ્થા, જાણીને તમે પણ ગર્વ અનુભવશો

    આવા પોલીસકર્મીને જરૂરી દવા અને ડૉક્ટર દ્વારા દિવસમાં ત્રણ વાર તપાસવામાં આવશે. જો વધુ તકલીફ પડશે તો ઑક્સીજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના સંક્રમિત પોલીસકર્મીઓને વધુ તકલીફ પડશે તો તેમને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 67

    અમદાવાદ: કોરોનાગ્રસ્ત પોલીસકર્મીઓ શરૂ કરાઈ ખાસ વ્યવસ્થા, જાણીને તમે પણ ગર્વ અનુભવશો

    ઉલ્લેખનીય છે કે, શહેરમાં પોલીસ માટે બીજી વખત કોઈ પોલીસ સ્ટેશનમાં આવી વ્યવસ્થા થતા પોલીસ બેડામાં આનંદની લાગણી ફેલાઇ છે. ઝોન-5ના ડીસીપી અચલ ત્યાગી અને રામોલ પીઆઇ કે. એસ. દવેએ જણાવ્યું છે કે, પહેલા બાપુનગર પોલીસ સ્ટેશનમાં આ રીતે આઇસોલેશન રૂમ બનાવ્યો હતો. પહેલીવાર ઓક્સિજન સહિત અન્ય સુવિધાઓ સાથે પોલીસ માટે ગોઠવાઈ છે.

    MORE
    GALLERIES

  • 77

    અમદાવાદ: કોરોનાગ્રસ્ત પોલીસકર્મીઓ શરૂ કરાઈ ખાસ વ્યવસ્થા, જાણીને તમે પણ ગર્વ અનુભવશો

    પોલીસ સ્ટેશનમાં આઇસોલેશન રૂમ.

    MORE
    GALLERIES