અમદાવાદ: વિચરતી જાતિઓનાં જીવનનિર્વાહ કૌશલ્યને ઉજાગર કરતાં પ્રદર્શનનો આજે શહેરનાં નવજીવન ટ્રસ્ટની સત્ય આર્ટ ગેલેરીમાં પ્રારંભ થયો છે. આ પ્રદર્શનમાં વડોદરા સ્થિત ભાષા સંશોધન અને પ્રકાશન કેન્દ્ર દ્વારા હાથ ધરવામા આવેલા અમદાવાદના રામોલ સ્થિત મદારી સ્ત્રીઓનાં જીવનનિર્વાહ પ્રોજેક્ટને દર્શાવવામાં આવ્યો છે.