ગઇકાલે શનિવારે અમદાવાદના ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોરે શહરેના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. વટવા, નારોલ, લાંભા, રામોલ, મણીનગરમાં વરસાદ પડ્યો હતો. ઈસનપુરમાં બપોરે માવઠું પડ્યું હતું. સવારથી ધૂમ્મસભર્યું વાતાવરણ હતું, ત્યારે બપોરે વરસાદ ખાબક્યો હતો.