Home » photogallery » ahmedabad » અમદાવાદઃ નારોલમાં કુટણખાનું ઝડપાયું, ગ્રાહક દીઠ 700 રૂપિયા લેતા હતા!

અમદાવાદઃ નારોલમાં કુટણખાનું ઝડપાયું, ગ્રાહક દીઠ 700 રૂપિયા લેતા હતા!

અમદાવાદના નારોલ વિસ્તારમાં કુટણખાનું ઝડપાયું. રેકઝીન કવરની દુકાનનું બોર્ડ મારી ચલાવાતું હતું કુટણખાનું, પોલીસ પહોંચી અને પછી...

  • 15

    અમદાવાદઃ નારોલમાં કુટણખાનું ઝડપાયું, ગ્રાહક દીઠ 700 રૂપિયા લેતા હતા!

    હર્મેશ સુખડિયા, અમદાવાદઃ શહેરનો નારોલ વિસ્તાર કુટણખાનું ચાલવા બાબતે લોકોમાં ચર્ચાસ્પદ રહ્યો છે, ત્યારે ઇસનપુર પોલીસને બાતમી મળતા પોલીસે અહીં એક બિલ્ડીંગમાં રેડ કરી હતી. પોલીસે આ બિલ્ડીંગમાં રેકઝીન કવરના બોર્ડ મારી અંદર ચાલતા કુટણખાના પર રેડ કરી હતી. પોલીસે બોગસ ગ્રાહક મોકલી તપાસ કરી તો તેમાં પાટીશન પાડીને કુટણખાનું ચલાવાતું હતું. જેથી પોલીસે ગ્રાહક, મેનેર, રૂપલલના સહિતના લોકોને ઝડપી પાડી ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

    MORE
    GALLERIES

  • 25

    અમદાવાદઃ નારોલમાં કુટણખાનું ઝડપાયું, ગ્રાહક દીઠ 700 રૂપિયા લેતા હતા!

    શહેરની ઇસનપુર પોલસીને બાતમી મળી હતી કે, નારોલ સર્કલ પાસે એક બિલ્ડીંગમાં દુકાનમાં કેટલાક લોકો ગેરકાયદે પ્રવૃત્તિ કરી રહ્યા છે. જેને લઇને પોલીસે ત્યાં જઇને રેડ કરી હતી. ઇસનપુર નારોલ હાઇવે પર ત્રણ માળની એક બિલ્ડીંગમાં આવેલી રેકઝીન કવરની દુકાનમાં જઇને પોલીસે જોયું તો ત્યાં પાટીશન પાડીને કુટણખાનું ચલાવાતું હતું. જેથી પોલીસે તે બાતમી આધારે રેડ કરી બોગસ ગ્રાહક મોકલી કુટણખાનું ઝડપી પાડ્યું હતું.

    MORE
    GALLERIES

  • 35

    અમદાવાદઃ નારોલમાં કુટણખાનું ઝડપાયું, ગ્રાહક દીઠ 700 રૂપિયા લેતા હતા!

    પહેલા પોલીસે બોગસ ગ્રાહકને આ જગ્યાએ કાઉન્ટર પર મોકલ્યો હતો અને ત્યાં મેનેજર સાથે વાત કરી રૂપલલના પાસે જઇને પોલીસને ફોન કરવાનો તેમ કહી પોલીસે છટકું ગોઠવ્યું હતું. બોગસ ગ્રાહકે અંદર જઇને જ પોલીસને જાણ કરતા પોલીસે રેડ કરી રૂપલલના સહિતના લોકોને ઝડપી પાડ્યા હતા. પોલીસને આ રેડમાં કાઉન્ટર પરથી મંગલભાઇ રાઠોડ નામનો શખ્સ મળી આવ્યો હતો. ત્યાર બાદ પોલીસે ત્યાં વધુ તપાસ કરતા રૂપલલના અને ગ્રાહક મળી આવ્યા હતા.

    MORE
    GALLERIES

  • 45

    અમદાવાદઃ નારોલમાં કુટણખાનું ઝડપાયું, ગ્રાહક દીઠ 700 રૂપિયા લેતા હતા!

    પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા તેઓ ગ્રાહક દીઠ 700 રૂપિયા લેતા હતા અને રૂપલલનાને 200 રૂપિયા આપતા હોવાનું સામે આવ્યુ હતું. આ જગ્યા પર કોઇને શક ન જાય તે માટે બહાર દુકાનનું બોર્ડ મારી પાટીશન પાડીને રૂમો બનાવી કુટણખાનું ચલાવતા હતા.

    MORE
    GALLERIES

  • 55

    અમદાવાદઃ નારોલમાં કુટણખાનું ઝડપાયું, ગ્રાહક દીઠ 700 રૂપિયા લેતા હતા!

    સાથે જ આરોપીઓએ જણાવ્યું કે, તેઓ મસાજ પાર્લરના નામે અહીં કુટણખાનું ચલાવતા હતા. છેલ્લા ચાર મહિનાથી ચાલતા આ કુટણખાના પર રેડ કરી પોલીસે મંગલ રાઠોડ, એક મહિલા, એક ગ્રાહક અને વોન્ટેડ પર્વતસિંહ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 

    MORE
    GALLERIES