Ahmedabad News: અમદાવાદ: શહેરના ગોતા વિસ્તારમાં પોલીસકર્મીએ પરિવારે સાથે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. ગોતા વિસ્તારમાં આવેલા દીવા હાઇટ્સમાં રહેતા પરિવારે મોડી રાતે આપઘાત કરી લીધો છે. પોલીસકર્મી કુલદિપસિંહ યાદવ વસ્ત્રાપુરમાં ફરજ બજાવતા હતા. તેમણે પોતાની પત્ની અને 3 વર્ષની બાળકી સાથે ફ્લેટના 12મા માળેથી ઝંપલાવીને આપઘાત કર્યો છે. હાલ સ્થાનિક પોલીસ આ અંગે તપાસ હાથ ધરી રહી છે. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. આ આપઘાત બાદ તેમના ઘરમાંથી કોઇ જ અંતિમ ચિઠ્ઠી મળી નથી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે, પતિ અને પત્નીને અવારનવાર ઝઘડા થતા હતા. અચાનક પરિવારે ભરેલા આ અંતિમ પગલાને કારણે તેમના સંબંધીઓ અને આસપાસ રહેતા લોકોમાં શોકનો માહોલ છવાયો છે. કુલદિપસિંહ યાદવની બાજુમાં જ તેમના બેન અને બનેવી રહે છે.