Home » photogallery » ahmedabad » અમદાવાદ : ગુનાખોરીના રવાડે ચઢી ગયેલા લબરમૂછિયા ઝડપાયા, મસમોટા 'કેમેરા કૌભાંડ'નો પર્દાફાશ

અમદાવાદ : ગુનાખોરીના રવાડે ચઢી ગયેલા લબરમૂછિયા ઝડપાયા, મસમોટા 'કેમેરા કૌભાંડ'નો પર્દાફાશ

એંજિનિયરીંગ અને સાયન્સમાં અભ્યાસ કરતા આ વિદ્યાર્થીઓની દલીલ, 'લૉકડાઉનમાં નોકરી છૂટી ગઈ, ભણવા માટે પૈસાની જરૂર હતી'

विज्ञापन

  • 14

    અમદાવાદ : ગુનાખોરીના રવાડે ચઢી ગયેલા લબરમૂછિયા ઝડપાયા, મસમોટા 'કેમેરા કૌભાંડ'નો પર્દાફાશ

    ઋત્વીજ સોની, અમદાવાદ :  શહેર માં ઇકો કારના સાયલેન્સર કરનાર ગેંગના આતંક બાદ શહેરમાં કેમેરો ભાડે લઈને છેતરપિંડી કરતી ગેંગનો આતંક જોવા મળ્યો હતો. જો કે આ ગેંગ ને પકડવામાં નારણપુરા પોલીસને સફળતા મળી છે. પોલીસે આ ગેંગના ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ચારેય આરોપીઓ ફોટોશોપની મદદથી બનાવટી આધાર કાર્ડ બનાવતા હતા. અને આધાર કાર્ડ આપીને કેમેરો ભાડે લઈ લીધા હતા બાદમાં તે કેમેરો પરત આપતા અને મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દેતા હતા.

    MORE
    GALLERIES

  • 24

    અમદાવાદ : ગુનાખોરીના રવાડે ચઢી ગયેલા લબરમૂછિયા ઝડપાયા, મસમોટા 'કેમેરા કૌભાંડ'નો પર્દાફાશ

    પોલીસે કરણ સિસોદિયા, સરલ ઉપાધ્યાય, અભિષેક ઠક્કર અને નમન સિસોદિયા ની ધરપકડ કરીને બનાવટી આધારકાર્ડ તેમજ છેતરપિંડી કરીને પડાવેલ  કેમેરા જપ્ત કર્યા છે. આરોપી ઓ માંથી સરલ ઉપાધ્યાય રાજકોટનો રહેવાસી છે જ્યારે બાકીના ત્રણ ડીસા ના રહેવાસી છે.

    MORE
    GALLERIES

  • 34

    અમદાવાદ : ગુનાખોરીના રવાડે ચઢી ગયેલા લબરમૂછિયા ઝડપાયા, મસમોટા 'કેમેરા કૌભાંડ'નો પર્દાફાશ

    પકડાયેલા આરોપાીઓમાથી કરણ બીએસસી ના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. અને સરલ ઉપાધ્યાય તેમજ અભિષેક ઠક્કર ડિપ્લોમા એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે. આરોપીઓની પૂછપરછ માં બહાર આવ્યું છે કે તેઓ અહીં અભ્યાસની સાથે સાથે નોકરી કરતા હતા. પરંતુ લોક ડાઉન મા નોકરી છૂટી ગઈ હોવાથી ભણવા માટે રૂપિયાની જરૂર હોવાથી તેઓ આ પ્રકારે છેતરપિંડી આચરતા હતા.

    MORE
    GALLERIES

  • 44

    અમદાવાદ : ગુનાખોરીના રવાડે ચઢી ગયેલા લબરમૂછિયા ઝડપાયા, મસમોટા 'કેમેરા કૌભાંડ'નો પર્દાફાશ

    આરોપીઓ જ્યારે આ કેમેરા વહેંચવા માટે જઈ રહ્યા હતા ત્યારે પોલીસે બાતમીના આધારે તેઓને ઝડપી પડ્યા છે. જેમણે શહેર નાં નારણપુરા, શાહપુર વસ્ત્રાપુર અને વાડજ સહિત કુલ 9 જેટલા ગુના આચર્યા છે. એટલું જ નહિ બરોડામાં પણ તેમને બે ગુના આચર્યા હોવાનુ  જાણવા મળ્યું છે. હાલમાં પોલીસએ તમામ આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે. જોકે તપાસ દરમિયાન અન્ય ગુનાના ભેદ પણ ઉકેલાઇ શકે છે.

    MORE
    GALLERIES