અમદાવાદ: શહેરની એસએમએસ હોસ્પિટલની 24 વર્ષિય નર્સનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાક મચી ગઇ છે. આ નર્સ જીમીબેન પરમાર 12મી જાન્યુઆરીથી ગુમ હતા. જ્યારે 15મી જાન્યુઆરીનાં રોજ તેમનો ગળેફાંસો ખાધેલી હાલતમાં હોસ્પિટલના સાતમે માળેથી મૃતદેહ મળ્યો હતો. જે બાદ પરિવારે હોસ્પિટલ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. આ અંગે ચાંદખેડા પોલીસે તપાસ હાથ ધરી છે. (જીમીબેનની ફાઇલ તસવીર)
જેથી અમે તે દિવસથી આજ સુધી અમે અમારી બેનને હોસ્પિટલની બહાર તમામ જગ્યાએ શોધતા હતા. જ્યારે આજે અમને ખબર પડી છે કે બેનનો હોસ્પિટલમાંથી મૃતદેહ મળ્યો છે. ત્યારે શું હોસ્પિટલે જ અમને ગેરમાર્ગે નથી દોર્યા? હોસ્પિટલનાં સાતમા માળે કોઇપણ જાય તો ચાલવાનો ડર લાગે એવું છે તો અહીં બીયુ પરમિશન કોને આપી તે પણ મોટો પ્રશ્ન છે. અમે એક પ્રશ્ન હોસ્પિટલનાં પ્રસાશનને પૂછીએ છીએ કે, જે કાંઇપણ આ થયું છે તે માટે તેઓ જવાબદાર નથી? (સાતમા માળની તસવીર)