Home » photogallery » ahmedabad » કોલેજના બે મિત્રોનું નવું નજરાણું ‘બાહુબલી ગોલા’, ખાઓ સ્નો મેન, આયરન મેન અને હલ્ક પણ...; જાણો તમામ માહિતી

કોલેજના બે મિત્રોનું નવું નજરાણું ‘બાહુબલી ગોલા’, ખાઓ સ્નો મેન, આયરન મેન અને હલ્ક પણ...; જાણો તમામ માહિતી

Ahmedabad Bahubali Gola: ગરમીની સિઝનમાં મોટેભાગે રાતના જમણ પછી લોકો ચાલવા-ફરવા નીકળતા હોય છે. ત્યારે શેરડીનો રસ, ગોલો, આઇસ્ક્રીમ ખાતા હોય છે. ત્યારે અમદાવાદમાં એક ગોલાવાળાએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે.

  • 18

    કોલેજના બે મિત્રોનું નવું નજરાણું ‘બાહુબલી ગોલા’, ખાઓ સ્નો મેન, આયરન મેન અને હલ્ક પણ...; જાણો તમામ માહિતી

    સંજય ટાંક, અમદાવાદઃ રાજ્યમાં માર્ચ મહિનામાં વારંવાર માવઠું પડતું હતું. ત્યારે કમોસમી વરસાદને કારણે ગોલાવાળાની દુકાનો મોટેભાગે બંધ રહેતી હતી. ત્યારે ફરી એકવાર કમોસમી વરસાદે વિરામ લેતા ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે લોકો ઠંડકનો અહેસાસ કરવા ગોલો ખાતા હોય છે.

    MORE
    GALLERIES

  • 28

    કોલેજના બે મિત્રોનું નવું નજરાણું ‘બાહુબલી ગોલા’, ખાઓ સ્નો મેન, આયરન મેન અને હલ્ક પણ...; જાણો તમામ માહિતી

    ત્યારે અમદાવાદમાં આ વર્ષે ‘બાહુબલી’ ગોલાએ દેખા દીધા છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢની બાહુબલી થાળી તો ફેમશ જ છે, ત્યારે હવે અમદાવાદમાં બાહુબલી ગોલાએ ધૂમ મચાવી છે.

    MORE
    GALLERIES

  • 38

    કોલેજના બે મિત્રોનું નવું નજરાણું ‘બાહુબલી ગોલા’, ખાઓ સ્નો મેન, આયરન મેન અને હલ્ક પણ...; જાણો તમામ માહિતી

    આમ તો, અસહ્ય ગરમી વચ્ચે ઠંડુ પીણું કે આઇસ્ક્રીમ મળી જાય તો મજ્જો પડી જાય. તેમાંય આવું વિચિત્ર બાહુબલી ગોલા જેવું નામ આવે તો માણસ બે ઘડી તો વિચારવા માંડે કે, આ વળી હશે શું! ત્યારે આવો જાણીએ તેની માહિતી...

    MORE
    GALLERIES

  • 48

    કોલેજના બે મિત્રોનું નવું નજરાણું ‘બાહુબલી ગોલા’, ખાઓ સ્નો મેન, આયરન મેન અને હલ્ક પણ...; જાણો તમામ માહિતી

    અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા અને કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જયમીન અને નિકુંજે ગોલા શોપ શરૂ કરી છે. ત્યારે અમદાવાદમાં તેમની શોપ નામને કારણે બહુ ઓછાં સમયમાં ખૂબ જ પ્રખ્યાત થઈ ગઈ છે.

    MORE
    GALLERIES

  • 58

    કોલેજના બે મિત્રોનું નવું નજરાણું ‘બાહુબલી ગોલા’, ખાઓ સ્નો મેન, આયરન મેન અને હલ્ક પણ...; જાણો તમામ માહિતી

    આ મિત્રો બાહુબલી ગોલામાં અનેકવિધ વેરાયટીઓ પીરસે છે. તેઓ સ્નો મેન, આયરન મેન, હલ્ક, બ્લેક પેન્થર જેવા ગોલા પણ બનાવે છે. જેને લઈને યુવાનો અને બાળકોમાં તેઓ લોકપ્રિય બની ગયાં છે.

    MORE
    GALLERIES

  • 68

    કોલેજના બે મિત્રોનું નવું નજરાણું ‘બાહુબલી ગોલા’, ખાઓ સ્નો મેન, આયરન મેન અને હલ્ક પણ...; જાણો તમામ માહિતી

    આ અંગે જયમીન કહે છે કે, ‘બાહુબલી ગોલાનો વિચાર મને આવ્યો હતો. અમારી ઉંમર જોઈ અમને કોઈ દુકાન ભાડે આપતા નહોતા. તેથી એકવર્ષની રાહ જોઈ અને સાથે જ અમે માર્કેટમાં થોડું યુનિક લાવવા માંગતા હતા. ખાસ કરીને, યંગ જનરેશનને ગમે તેવું.’

    MORE
    GALLERIES

  • 78

    કોલેજના બે મિત્રોનું નવું નજરાણું ‘બાહુબલી ગોલા’, ખાઓ સ્નો મેન, આયરન મેન અને હલ્ક પણ...; જાણો તમામ માહિતી

    બાહુબલી ગોલાની ખાસિયત વિશે વાત કરીએ તો, આ ગોલા બજારમાં મળતા અન્ય ગોલા કરતાં તદ્દન અલગ છે. બાહુબલી ગોલો ચાર લોકો ખાઈ શકે છે. એક ગોલાની કિંમત 400થી 500 રૂપિયા છે. બાહુબલી ગોલાની ડિશમાં અલગ અલગ લેયરમાં આઇસ્ક્રીમ પણ પાથરવામાં આવે છે. આ ગોલામાં 15 પ્રકારના ડ્રાયફ્રૂટનો ઉપયોગ થાય છે.

    MORE
    GALLERIES

  • 88

    કોલેજના બે મિત્રોનું નવું નજરાણું ‘બાહુબલી ગોલા’, ખાઓ સ્નો મેન, આયરન મેન અને હલ્ક પણ...; જાણો તમામ માહિતી

    કોલેજના આ બે યુવાનોએ એકદમ અલગ થીમ સાથે જ ગોલાની શોપ ખોલી છે. ત્યારે મહત્ત્વનું છે કે, આવો યુનિક ગોલો વેચનારા કોલેજિયન્સને ત્યાં લોકોની ભીડ જામવાની જ છે!

    MORE
    GALLERIES