Home » photogallery » ahmedabad » PM મોદીના હસ્તે જાપાની ઝેન ગાર્ડન અને કાઈઝેન એકેડમીનું ઇ-લોકાર્પણ, જાણો કવું છે જાપાની ગાર્ડન

PM મોદીના હસ્તે જાપાની ઝેન ગાર્ડન અને કાઈઝેન એકેડમીનું ઇ-લોકાર્પણ, જાણો કવું છે જાપાની ગાર્ડન

પીએમ મુદ્દે આ અંગે પોતાના સંબોધનમાં જણાવ્યુ હતુ કે ભારત અને જાપાનના સંબંધોને આ પહેલ વધુ મજબૂત કરશે. ઇન્ડો - જાપાનફ્રેન્ડશીપ એસો.ને પણ અભિનંદન આપુ છુ .

विज्ञापन

  • 16

    PM મોદીના હસ્તે જાપાની ઝેન ગાર્ડન અને કાઈઝેન એકેડમીનું ઇ-લોકાર્પણ, જાણો કવું છે જાપાની ગાર્ડન

    પ્રણવ પટેલ, અમદાવાદ : પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA) માં જાપાની ઝેન ગાર્ડન અને કાઇઝેન એકેડમીનું ઇ ઉદ્ધાટન વર્ચ્યુલ કર્યું હતું. જાપાન - ભારત સંબંધ વધુ મુજબત કરવાની એક પહેલ છે . દેશમાં પહેલા રાજ્ય અને શહેર હશે જેમા જાપાની ગાર્ડન ઉભુ કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ શનિવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે, તેઓ 27 જૂને AMA, અમદાવાદમાં ઝેન ગાર્ડન અને કાઇઝેન એકેડમીનું ઉદ્ધાટન કરશે. આ ભારત અને જાપાનની વચ્ચે ઘનિષ્ઠ સંબંધો દર્શવાતું એક ઉદાહરણ હશે.

    MORE
    GALLERIES

  • 26

    PM મોદીના હસ્તે જાપાની ઝેન ગાર્ડન અને કાઈઝેન એકેડમીનું ઇ-લોકાર્પણ, જાણો કવું છે જાપાની ગાર્ડન

    પીએમ નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA) સ્થિતિ જાપાની ઝેન ગાર્ડન અને કાઇઝેન એકેડમીનું ઇ ઉદ્ધાટનવર્ચ્યુલ કર્યું હતું. AMA સ્થિત 'ઝેન કાઇઝેન'નો ઉદ્દેશ જાપાની કળા, સંસ્કૃતિ, પ્રાકૃતિક છટા અને આર્કિટેક્ચરલની વિવિધ તત્વોને દર્શાવવાનો છે. AMA સ્થિત જાપાન ઇન્ફોર્મેશન એન્ડ સ્ટડી સેન્ટર અને ભારત - જાપાન ફ્રેન્ડશીપ એસોસિયેશન (IJFA), ગુજરાતના સંયુક્ત પ્રયાસ છે. જેનેજાપાનના હયોગો ઈન્ટરનેશનલ એસોસિયેશન (HIA) નો સહયોગ પ્રાપ્ત છે.

    MORE
    GALLERIES

  • 36

    PM મોદીના હસ્તે જાપાની ઝેન ગાર્ડન અને કાઈઝેન એકેડમીનું ઇ-લોકાર્પણ, જાણો કવું છે જાપાની ગાર્ડન

    પીએમ મુદ્દે આ અંગે પોતાના સંબોધનમાં જણાવ્યુ હતુ કે ભારત અને જાપાનના સંબંધોને આ પહેલ વધુ મજબૂત કરશે. ઇન્ડો - જાપાનફ્રેન્ડશીપ એસો.ને પણ અભિનંદન આપુ છુ . જાપાન ઇન્ફોર્મેશન અને સ્ટડી સેન્ટર એની મિશાલ છે.. જાપાનીઝ ઝેન ગાર્ડન શાંતિ અનેસાદગીની સુંદર અભિવ્યક્તિ છે. ભારતીયોએ જે શાંતિને યોગ અને અધ્યાત્મના માધ્યમથી મેળવ્યું છે એ અહીં જોવા મળશે. કાઇઝેનનો મતલબ ઈંપ્રુમેન્ટ થાય છે પણ આ સતત ઈંપ્રુમેન્ટ માટે પ્રેરે છે. હું સીએમ હતો મેં આ વિશે સમજીને 2004માં તેને લાગુ કરાવ્યો હતો. 2005માં અધિકારીઓને કાઈઝેનની ટ્રેનિંગ અપાવી હતી. આરોગ્ય ખાતામાં કાઇઝેનની મદદથી ફાયદો થયો.

    MORE
    GALLERIES

  • 46

    PM મોદીના હસ્તે જાપાની ઝેન ગાર્ડન અને કાઈઝેન એકેડમીનું ઇ-લોકાર્પણ, જાણો કવું છે જાપાની ગાર્ડન

    પ્રગતિમાં ગર્વનન્સ મહત્વપૂર્ણ હોય છે, વ્યક્તિ, સમાજ કે દેશના વિકાસમાં ગવર્નન્સ મહત્વનું છે. હું ગુજરાતથી દિલ્લી આવ્યો ત્યારેકાઈઝનથી મળેલા અનુભવો સાથે લાવ્યો છું. ઓફિસમાં અનેક જગ્યાઓને અમે હસ્તક લીધી છે. કેન્દ્રના અનેક વિભાગ અનેયોજનામાં કાઈઝનને અપનાવવામાં આવ્યો. મારુ વ્યક્તિગત રીતે જાપાન સાથે જોડાણ રહ્યું છે. જાપાનની કાર્યશૈલી, અનુશાસન હમેશાપ્રેરે છે. જાપાનના લોકો ગુજરાત આવે ત્યારે એમને પોતાનું હોવાની લાગણી થવી જોઈએ. જાપાન વાયબ્રન્ટ સમીટ બાદથી આપણીસાથે જોડાયેલું છે.

    MORE
    GALLERIES

  • 56

    PM મોદીના હસ્તે જાપાની ઝેન ગાર્ડન અને કાઈઝેન એકેડમીનું ઇ-લોકાર્પણ, જાણો કવું છે જાપાની ગાર્ડન

    આ અંગે માહિતી આપતા જાપાન - ભારત ગુજરાત ફ્રેન્ડશિપના કમિટીના સંયોજક મુકેશભાઇ પટેલ જણાવ્યુ હતુ કે, છેલ્લા ઘણા સમયથી અમે જાપાન અને ભારત સાથેના મૈત્રી સંબંધો શૈક્ષણિક, સંસ્ક્રીતિક કે વ્યવસાયિક હોય એ માટે કાર્યક્રમ કરીએછીએ.. જાપાન ઇન્ફોર્મેશન સ્ટડી સેન્ટર પણ અહીં છે. ગુજરાત અને જાપાન વચ્ચે મૈત્રી કરાર થયા અને અમે ત્યાં ગયા જેમાં પ્રસ્તાવમુક્યો. જાપાનથી એક શિપમેન્ટ જેને અવાજી ટાઇલ્સ કહીએ છીએ એ અમને મોકલ્યા ભેટ સ્વરૂપે, ઝેન ગાર્ડનની જે ખાસિયત છે એને અમદાવાદમાં મીની જાપાન લાવવાનું લક્ષ્ય છે. પીએમએ મનની વાત પછી દિલની વાત કરીને સંબોધન કર્યું. 20 હજાર કરોડથી વધુ રોકાણ જાપાને કર્યું છે. ભારતમાં આ પ્રકારે પહેલો પ્રયોગ છે, ગુજરાત પહેલું હોવાનો ગર્વ છે.

    MORE
    GALLERIES

  • 66

    PM મોદીના હસ્તે જાપાની ઝેન ગાર્ડન અને કાઈઝેન એકેડમીનું ઇ-લોકાર્પણ, જાણો કવું છે જાપાની ગાર્ડન

    પીએમ મોદી સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, જાપાનની એકથી એક કંપનીઓ ગુજરાતમાં કામ કરે છે, સંખ્યા 135 જેટલી હોવાનું મને કહેવામાં આવ્યું છે. સુઝુકી, હોન્ડા, મિતસુબીસી, ટોયોટા જેવી અનેક કંપનીઓ ગુજરાતમાં છે. આ કંપનીઓ યુવાનોને સારું નોલેજ પણ આપી રહી છે. ગુજરાત યુનિવર્સિટી અને જાપાનની એક યુનિનર્સિટી વચ્ચે એક કાર્યક્રમ ચાલે છે. આ પ્રોગ્રામ 5 દશકથી સંબંધો મજબૂત કરી રહ્યો છે. જાપાન અને જાપાનના લોકોને ટોક્યો ઓલિમ્પિકના આયોજન માટે પણ ખૂબ શુભેચ્છા આપું છું.

    MORE
    GALLERIES