નવીન ઝા, અમદાવાદઃ કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીને (Gangster Ravi Pujari) બોરસદના ફાયરીંગ કેસમા (Borsad firing case) બેંગ્લોર થઈ અમદાવાદ ક્રાઈમ (Bangalore to Ahmedabad Crime) લવાયો હતો. રવિ પૂજારી સહિત તેના શુટરો અને સાગરીતો સામે બોરસદમા વર્ષ 2017 મા બોરસદના કાઉન્સિલર પર ફાયરીંગ કરવામા આવ્યુ હતું. કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ બેંગ્લોર થઈ ટ્રાન્જીટ રિમાન્ડના આધારે લાવી રહી છે. જેની પર સોપારી લઈ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે.