પ્રણવ પટેલ, અમદાવાદ : શહેરનો વ્યાપ દિવસે દિવસે વધી રહ્યો છે, સાથે શહેરના રસ્તાઓ પર ટ્રાફિક સમસ્યા પક્ષ વધી રહી છે. શહેરના ચાર રસ્તા। પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે અમદાવાદ મહાનગર પાલિકાએ શહેરનો ટ્રાફિક મુક્ત કરવા અભિયાન શરૂ કર્યું છે. સર્વેના આધારે પ્રાયોગિક ધોરણે શહેરના ચાર રસ્તાઓ જ્યા ટ્રાફિક ભારણ વધારે છે ત્યાર ફલાયર ઓવર કે અન્ડર પાસ બ્રિજ બનવા માટે બજેટની વિશેષ જોગવાઇ કરી છે. શહેરમાં વધુ ૧૪ બ્રિજ બનવા માટે આયોજન ચાલી રહ્યું છે. જેના પલ્લવ જંક્શન તેમજ પ્રગતિનગર જંક્શન પર ફલાયર ઓવર બ્રિજ નિર્માણનું આયોજન થયું છે. જે અન્ય બ્રિજ કરતા કઇક અલગ હશે.
એએમસી ઇન્ચાર્જ સિટી ઇજનેર હિતેશભાઇ કોન્ટ્રાક્ટરે ન્યુઝ૧૮ ગુજરાતી સાથે વાતચિત કરતા જણાવ્યુ હતુ કે, અમદાવાદ શહેરમાં વાહનોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક સમસ્યા એક વિકટ બની છે. ત્યારે અમદાવાદ મહાનગર પાલિકાએ શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે ફલાયર ઓવર બ્રિજ બનવાના કામગીરી હાથ ધરી છે. શહેરમાં અત્યારે ૭૩ બ્રિજ છે જે હવે શહેરમાં આંકડાઓ ૧૦૦ પાર થઇ જશે. શહેરમાં સૌથી ટ્રાફિક ગણાતા શાસ્ત્રી નગર જંક્શન પર એએમસી ૧૦૦ કરોડના ખર્ચે સ્પ્લીટ ઓવર બ્રિજ બનાવશે.
બ્રિજની ખાસિયત
અંદાજની રકમ રૂપિયા ૧૧૬ .૧૬ કરોડ
મંજૂર થયેલ ટેન્ડની રકમ રૂપિયા ૧૦૪.૧૬ કરોડ
કોન્ટ્રાક્ટર અજય ઇન્ફા. પ્રા. લી, કંપની ૩૦ મહિનામાં આ બ્રિજ નિર્માણ કરશે
ઓવર બ્રિજની લંબાઇ આશરે ૯૩૫ મી, ૭.૫ મી પહોળાઇ, ૨ લેનના ૨ સ્પ્લીટ ફ્લાય ઓવર બ્રિજ
અખબાર નગર અન્ડરપાસથી ૭૫.૦મી પહેલા પૂર્ણ કરવાનું આયોજન
આશરે ૧ લાખ થી ૧.૫ લાખ લોકોને બન્ને જંક્શન પર ટ્રાફિક મુવમેન્ટ સરળતાથી થશે
બ્રિજ નીચે પે એન્ડ પાર્ક અને ગાર્ડન સાથે ગ્રિન કવર અને લેન્ડ સ્કેપીંગ
ડિઝાઇન કન્સલટન્ટ નાત્ર સ્તુપ કન્સલ્ટન્ટલ પ્રા.લી. ડિઝાઇન પ્રુફ કન્સલટન્ટ આર એન્ડ બી ડિઝાઇન સર્કલ, ગાંધીનગર દ્વારા કરવામાં આવશે
૧૩૨ ફુટ બીઆરટીએસ રૂટ પર હેલ્મેટ ચાર રસ્તાથી અખબારનગર અન્ડપાસ જતા પલ્લવ ચાર રસ્તા પર ટ્રાફિકની ગીચતા, જંક્શન ઉપરના વાહનોના પ્રકાર અને તેની સંખ્યા વિગેરે બાબતો ધ્યાને લઇ ગ્રેડ સેપરેટર ( ફ્લાયઓવર ) બનાવવા માટે આયોજન કરવામાં આવેલ છે. તેમજ પલ્લવ જંક્શનથી અખબારનગર તરફ જતા ૪૨૫ મા આગળ પ્રગતિનગર જંક્શન ઉપર ટ્રાફિકનુ ભારણ વધારે હોઇ જે મુજબ બી આર ટી એસ લેનને સમાંતર પલ્લવ જંક્શન તેમજ પ્રગતિ નગર જંક્શન પર સંળગ બ્રિજ બનાવવાનું આયોજન કરેલ છે. જેમા બીઆરટીએસ સમાંતર સ્પ્લીટ ફલાય ઓવર બ્રિજ બનાવવાની આશરે ૧ લાખ થી ૧.૫ લાખ લોકોને બન્ને જંક્શન પર ટ્રાફિક મુવમેન્ટ સરળતાથી થઇ શકશે, તેમજ ઈંધણ સમયની બચત થશે અને ટ્રાફિકની સમસ્યાનું મહદ અંશે નિવારણ થશે.