Home » photogallery » ahmedabad » Photos: અમદાવાદની મુસ્લિમ બહેનોએ પીએમ મોદીને બાંધી સોનાની શિવલિંગ - રુદ્રાક્ષની રાખડી

Photos: અમદાવાદની મુસ્લિમ બહેનોએ પીએમ મોદીને બાંધી સોનાની શિવલિંગ - રુદ્રાક્ષની રાખડી

વડાપ્રધાન મોદી માટે મુસ્લિમ બહેનોએ પોતા બચત થયેલા રૃપિયામાંથી બનાવી સોનાની રાખડી

  • 16

    Photos: અમદાવાદની મુસ્લિમ બહેનોએ પીએમ મોદીને બાંધી સોનાની શિવલિંગ - રુદ્રાક્ષની રાખડી

    વિભુ પટેલ, અમદાવાદ : પવિત્ર રક્ષાબંધનનો (Raksha Bandhan 2022) તહેવાર હિંદુઓનો છે. પરંતુ આ રક્ષા બંધના તહેવારમાં પણ કોમી એકતા જોવા મળી. નરેન્દ્ર મોદી (PM Modi Rakhi Special) મુખ્યમંત્રી હતા ત્યારે મુસ્લિમ બહેનો (Muslim Sister tie to PM Narendra Modi) ગાંધીનગર જઈને રાખડી બાંધતી હતી. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ રાખડી બાંધવા માટે દિલ્હી જઈ શકતા નથી. ત્યારે મુસ્લિમ બહેનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્ટેચ્યૂને રાખડી બાંધી. આ પરંપરાને જાળવી રાખી છે. એટલું જ નહિ શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે સોનામાં રુદ્રાક્ષ અને શિવલિંગની રાખડી બનાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્ટેચ્યૂને બાંધી છે.

    MORE
    GALLERIES

  • 26

    Photos: અમદાવાદની મુસ્લિમ બહેનોએ પીએમ મોદીને બાંધી સોનાની શિવલિંગ - રુદ્રાક્ષની રાખડી

    જોકે, સોનાની રાખડી માટે ખર્ચ પણ વધુ થાય છે. પરંતુ મુસ્લિમ બહેનોએ પોતાના બચાવેલ રૂપિયામાંથી સોનાની વિશેષ રાખડી તૈયાર કરાવી. દર વર્ષે બહેનો ચાંદીની રાખડી બાંધતી હતી. પરતું ચાલુ વર્ષે સોનાનો રાખડી બાંધી છે. છેલ્લા 10 વર્ષથી જે પણ રાખડી બાંધે છે. તે તમામ રાખડી તેઓએ સાચવી રાખી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી બોલાવશે ત્યારે રૂબરૂ રાખડી બાંધી દેશે.

    MORE
    GALLERIES

  • 36

    Photos: અમદાવાદની મુસ્લિમ બહેનોએ પીએમ મોદીને બાંધી સોનાની શિવલિંગ - રુદ્રાક્ષની રાખડી

    અમદાવાદ રહેતી મુસ્લિમ સમાજની દીકરી રૈઇસા શેખ જણાવ્યું છે કે રક્ષાબંધનનો તહેવાર છે. બહેનો ભાઈને રાખડી બાંધે છે. ત્યારે અમે પણ નરેન્દ્ર મોદીને ભાઈ માનીએ છીએ.

    MORE
    GALLERIES

  • 46

    Photos: અમદાવાદની મુસ્લિમ બહેનોએ પીએમ મોદીને બાંધી સોનાની શિવલિંગ - રુદ્રાક્ષની રાખડી

    દર વર્ષે રાખડી બંધીએ છીએ. નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે ગાંધીનગર રાખડી બાંધવા જતા હતા. પરંતુ વડાપ્રધાન બન્યા બાદ અમે દિલ્હી જઈ શકતા નથી. એટલે નરેન્દ્રભાઈ મોદીના સ્ટેચ્યુને રાખડી બાંધી છે. આશા છે કે, જ્યારે દિલ્હી બોલાવશે ત્યારે રૂબરૂ રાખડી બંધીશ.

    MORE
    GALLERIES

  • 56

    Photos: અમદાવાદની મુસ્લિમ બહેનોએ પીએમ મોદીને બાંધી સોનાની શિવલિંગ - રુદ્રાક્ષની રાખડી

    મુસ્લિમ અગ્રણી રૌફ શૈખ બંગાળીએ ન્યૂઝ 18 ગુજરાતી  સાથે વાત કરતા જણાવ્યું હતું કે, દર વર્ષે ચાંદીની રાખડી બાંધતા હતા. પરંતુ ચાલુ વર્ષે મુસ્લિમ બહેનોએ પોતાના બચતના રૂપિયામાંથી સોનાની રાખડી બનાવી છે.

    MORE
    GALLERIES

  • 66

    Photos: અમદાવાદની મુસ્લિમ બહેનોએ પીએમ મોદીને બાંધી સોનાની શિવલિંગ - રુદ્રાક્ષની રાખડી

    ખાસ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે રુદ્રાક્ષ અને શિવલિંગના પ્રતિકવાળી રાખડી બનાવીને સ્ટેચ્યુને બાંધી છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોલાવશે ત્યારે દિલ્હી જઈને રાખડી આપશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ આપવામાં આવી હોય છે તે અરજી થઈને બેટી વચવો બેટી પઢાવોના ફંડમાં થાય છે.

    MORE
    GALLERIES