વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra modi) સાબરમતી ખાતે સપ્ટેમ્બર 2017માં અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. અમદાવાદ મુંબઈ વચ્ચેનાં મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન (Ahmedabad Mumbai Bullet Train) પ્રોજેક્ટની ગુજરાતીઓ આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે ત્યારે આ અંગે નિરાશાજનક વાત સામે આવી રહી છે. એક એહવાલ પ્રમાણે, આ પ્રજેક્ટ પૂરો થવામાં વિલંબ થઇ શકે છે. પહેલા આ પ્રોજેક્ટ વર્ષ 2023માં પૂર્ણ થવાનો હતો પરંતુ હવે વધુ પાંચ વર્શ લંબાઇ તેવી શક્યતાઓ છે.
રેલવેનાં સૂત્રોએ જણાવ્યાં પ્રમાણે, આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ વર્ષ 2028માં પૂરો થાય તેવો અંદાજ છે. આ પ્રોજેક્ટના ખર્ચમાં સતત વધારો થઇ રહ્યો છે. આ સાથે જાપાની કંપનીઓ ટેન્ડર ભરવામાં ઉદાસીનતા દાખવી રહ્યાં છે. જેના કારણે આ મહત્કાંક્ષી પ્રોજેક્ટ વિલંબમાં મૂકઇ રહ્યો છે. કેટલાક બિડર્સ દ્વારા ટેન્ડરમાં ઘણા ઊંચા ભાવ ભરવામાં આવી રહ્યા છે આથી ટેન્ડરો રદ થવાનું પ્રમાણ વધી રહ્યું છે. 508 કિ.મી લાંબા મુંબઈ – અમદાવાદ હાઇસ્પીડ રેલ કોરિડોર માટે જાપાન 15 વર્ષનાં મોરેટોરિયમ સાથે 0.1 ટકાના વ્યાજે 80 ટકા લોન આપવાનું છે. પ્રોજેક્ટમાં જાપાનની ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો છે.
નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન (NHSRCL) દ્વારા 63 ટકા જમીનનું સંપાદન કરી લેવામાં આવ્યું છે. જેમાંથી 77 ટકા જમીન ગુજરાતમાં, 80 ટકા દાદર નગર હવેલી, 22 ટકા મહારાષ્ટ્રની છે. હાલ પાલઘર અને નવસારી બન્ને વિસ્તારોમાં જમીન સંપાદનની પ્રક્રિયા અટકી પડી છે. ગયા વર્ષે કંપનીએ કેટલાક કામ માટે ટેંડર બહાર પાડવાની તૈયારી કરી લીધી હતી પણ કોરોના મહામારીને કારણે આ ટેંડર બહાર નહોતા પડી શક્યા.
રેલવેએ એમ કહ્યું છે કે આ પ્રોજેક્ટને ક્યારે પૂર્ણ કરી લેવામાં આવશે તે આગામી બે ત્રણ મહિનામાં નક્કી થઇ શકે છે. જે કોન્ટ્રાક્ટ આપવાના છે તેમાં મેઇન્ટેનન્સ ડેપો, સ્ટેશનો અને બ્રિજનું બાંધકામ વગેરેનો સમાવેશ થાય છે જેની પાછળ આશરે 20 હજાર કરોડનો ખર્ચ થઇ શકે છે. જાપાનીઝ યેન સામે રૂપિયાનાં મૂલ્યનું ધોવાણ થવાથી પ્રોજેક્ટનો ખર્ચ રૂ. 1.08 લાખ કરોડથી વધીને રૂ. 1.70 લાખ કરોડ થવાનો અંદાજ છે. N