Home » photogallery » ahmedabad » Ahmedabad News: અમદાવાદઃ પરિણીતાએ સ્ત્રીબીજથી કમાણી કરવા કાંડ કર્યો, પતિએ પકડી તો આપી દીધી ધમકી

Ahmedabad News: અમદાવાદઃ પરિણીતાએ સ્ત્રીબીજથી કમાણી કરવા કાંડ કર્યો, પતિએ પકડી તો આપી દીધી ધમકી

Ahmedabad Crime: યુવકે તેની પત્ની અને સાસુ વિરુદ્ધમાં અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. મહિલા ખોટી રીતે પોતાના સ્ત્રીબીજુનું વેચાણ કરીને રૂપિયા કમાઈ રહી હતી. આ માટે પરિણીતાએ તેના આધારકાર્ડ સાથે ચેડા પણ કર્યા હતા.

  • News18 Gujarati
  • |
  • | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
विज्ञापन

  • 15

    Ahmedabad News: અમદાવાદઃ પરિણીતાએ સ્ત્રીબીજથી કમાણી કરવા કાંડ કર્યો, પતિએ પકડી તો આપી દીધી ધમકી

    ઋત્વિજ સોની, અમદાવાદઃ  એક સ્ત્રીએ માતા બનવું હોય તો સ્ત્રીબીજ મહત્વના હોય છે. પરંતુ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં કમાણી માટે સ્ત્રીબીજ ડોનેટ કરવા પરિણીતાએ આધારકાર્ડમાં છેડછાડ કરીને નવું આધારકાર્ડ બનાવ્યું. આ સાથે મહિલાએ એક હોસ્પિટલમાં સાક્ષી તરીકે તેના પતિની ખોટી સહી પણ કરી હોવાનું જાણવા મળ્યું ત્યારે પતિએ પત્નીની પોલ ખુલ્લી પાડી દીધી. બીજી તરફ પોલીસ ફરિયાદની વાત પતિએ કરતા તેને પત્ની અને સાસુએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.  યુવકે આ મામલે પોલીસ ફરિયાદ કરી છે. 

    MORE
    GALLERIES

  • 25

    Ahmedabad News: અમદાવાદઃ પરિણીતાએ સ્ત્રીબીજથી કમાણી કરવા કાંડ કર્યો, પતિએ પકડી તો આપી દીધી ધમકી

    અમરાઈવાડી વિસ્તારમાં રહેતા એક યુવકએ તેના પત્ની અને સાસુ વિરુદ્ધમાં અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદી યુવકના લગ્નના પાંચેક વર્ષ સુધી તેની પત્ની તેની સાથે સારી રીતે રહી હતી. જો કે બાદમાં તેના માતા પિતાને હેરાન પરેશાન કરતા બંન્ને વચ્ચે અણબનાવ શરૂ થયો હતો. જ્યારે ફરિયાદીની પત્નીએ તેના માતા પિતાના ઘરની આસપાસમાં ભાડે રહેવા માટેની જીદ કરતાં ફરિયાદી ભાડે રહેવા માટે ગયા હતાં.

    MORE
    GALLERIES

  • 35

    Ahmedabad News: અમદાવાદઃ પરિણીતાએ સ્ત્રીબીજથી કમાણી કરવા કાંડ કર્યો, પતિએ પકડી તો આપી દીધી ધમકી

    પત્ની સાથેના સંબંધમાં સુધાર લાવવા માટે પતિએ તેમનો પગાર પણ પત્નીને આપી દેવાનું શરુ કર્યું હતું. જો કે તેની પત્ની બચત કરવાને બદલે હરવા-ફરવામાં ખર્ચો કરી નાંખતી હતી. આમ અવારનવાર નાની નાની બાબતોમાં ઘરકંકાસ થવાને કારણે ફરિયાદી ઘરેથી નીકળીને તેમના માતા પિતા સાથે રહેવા માટે ગયા હતાં. જેને લઇને તેની પત્નીએ તેની સામે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ પણ દાખલ કરાવી હતી. અને કોર્ટમાં ભરણ પોષણ માટેનો દાવો પણ કર્યો હતો. જો કે વર્ષ 2022માં બંન્ને વચ્ચે સમાધાન થતાં તેઓ સાથે રહેવા લાગ્યા હતાં.પત્ની સાથેના સંબંધમાં સુધાર લાવવા માટે પતિએ તેમનો પગાર પણ પત્નીને આપી દેવાનું શરુ કર્યું હતું. જો કે તેની પત્ની બચત કરવાને બદલે હરવા-ફરવામાં ખર્ચો કરી નાંખતી હતી. આમ અવારનવાર નાની નાની બાબતોમાં ઘરકંકાસ થવાને કારણે ફરિયાદી ઘરેથી નીકળીને તેમના માતા પિતા સાથે રહેવા માટે ગયા હતાં. જેને લઇને તેની પત્નીએ તેની સામે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ પણ દાખલ કરાવી હતી. અને કોર્ટમાં ભરણ પોષણ માટેનો દાવો પણ કર્યો હતો. જો કે વર્ષ 2022માં બંન્ને વચ્ચે સમાધાન થતાં તેઓ સાથે રહેવા લાગ્યા હતાં.

    MORE
    GALLERIES

  • 45

    Ahmedabad News: અમદાવાદઃ પરિણીતાએ સ્ત્રીબીજથી કમાણી કરવા કાંડ કર્યો, પતિએ પકડી તો આપી દીધી ધમકી

    પરંતુ બાદમાં ફરિયાદીને જાણવા મળ્યું હતું કે વર્ષ 2019 થી 2022 સુધીમાં તેના પત્ની એજન્ટ મારફતે સ્ત્રીબીજ ડોનર તરીકે કામ કરતી હતી. આઇવીએફ સેન્ટરમાં પણ તે સ્ત્રીબીજ ડોનર તરીકે જતી હતી. અને અમદાવાદ શહેરની અલગ અલગ હોસ્પિટલમાં તેણે સ્ત્રીબીજ ડોનેટ પણ કર્યાં છે. જે બાબતે ફરિયાદીએ તેની પત્નીને વાતચીત કરતા તે એકદમ ઉશ્કેરાઈ ગઈ હતી અને તેની માતાને બોલાવ્યા હતાં. જેમણે ફરિયાદીને ધમકી આપી હતી કે આ બધી વાત ઘરમાં જ રહેવા દેજો, જો પોલીસ ફરિયાદ કરી તો મારા દીકરા ના હાથે તને મારી નંખાવીશ. જો કે અગાઉ પણ ફરિયાદીને માર માર્યો હોવાથી તેઓ કાંઇ બોલ્યા ના હતાં.

    MORE
    GALLERIES

  • 55

    Ahmedabad News: અમદાવાદઃ પરિણીતાએ સ્ત્રીબીજથી કમાણી કરવા કાંડ કર્યો, પતિએ પકડી તો આપી દીધી ધમકી

    ફરિયાદીની પત્નીએ આધારકાર્ડમાં જન્મના વર્ષમાં છેડછાડ કરીને નવું આધાર કાર્ડ બનાવ્યું હોવાનું પણ જાણવા મળ્યું હતું. જ્યારે એક હોસ્પિટલમાં સાક્ષી તરીકેની તેમની બનાવટી સહી કરાવી સ્ત્રીબીજ ડોનેટ કરીને આર્થીક લાભ મેળવ્યો હતો. આમ આ તમામ બાબતની જાણ તેને થઇ જતાં જાનથી મારી નાંખવાની ધમકી આપતા અંતે યુવકએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસએ આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. 

    MORE
    GALLERIES