અમદાવાદ કચ્છ હાઇવે પર અખિયાણા ગામ નજીક ટ્રેલર અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ટ્રેક્ટરમાં 20 જેટલા લોકો સવાર હતા. જેમાંથી 12 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઇજાગ્રસ્તોને 108 મારફતે ધ્રાગંધ્રા ખસેડવામાં આવ્યા છે. અન્ય ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.