અમદાવાદઃ કોરોના વાયરસ (coronavirus)નો અમદાવાદમાં હાહાકાર યથાવત છે. ત્યારે કેટલીક સંસ્થાઓ પણ કોરોના વાયરસ સામે લડવા માટે મેદાનમાં ઉતરી છે. આવી જ એક સંસ્થા સારથી સંસ્થા છે. જે સોસાયટીઓને મફતમાં સેનિટાઈઝર કરીને કોરોના વાયરસના સંક્રમણને રોકવામાં મદદ કરી રહી છે. જો તમારે પણ સોસાયટીને સેનિટાઈઝર (Sanitizer to society) કરાવવી છે તો સારથી સંસ્થાનો સંપર્ક કરો. આ માટે તમે સારથી સંસ્થાના મયુર પટેલનો (મો. 97225 72572) સંપર્ક કરી શકશો. (સંજય ટાંક, અમદાવાદ)
કોરોના વાયરસનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. અને દેશમાં 17મે સુધીનું ત્રીજું લોકડાઉન (Lockdown) કરી દેવાયું છે. જેમ જેમ દિવસો આગળ વધતા જાય છે તેમ તેમ પરિસ્થિતિ વધુ ખરાબ થઇ રહી છે. ત્યારે અમદાવાદના નિકોલ વિસ્તારમાં કાર્યરત સારથી ફાઉન્ડેશન કોરોનાની આ મહામારી વચ્ચે એનોખી સેવા આપી રહી છે. જેમાં સંસ્થા દ્વારા અલગ અલગ વિસ્તારમાં જઇ વિના મૂલ્યે સોસાયટી સેનિટાઇઝ કરવામાં આવે છે.
આ સંસ્થાના વોલેન્ટીયરસએ લોકડાઉનના શરૂ થયાના થોડા દિવસથી જ આ સેવા શરૂ કરી છે. અત્યાર સુધીમાં સંસ્થાના વોલેનટીયર 40 સોસાયટીઓ સેનિટાઇઝ કરી ચૂક્યા છે અને હજુ નિકોલ અને વસ્ત્રાલની મળી કુલ 90 સોસાયટી વેઈટીંગમાં છે. વોલેન્ટીયર સવારે નિકોલ અને સાંજે વસ્ત્રાલમાં સોસાયટીઓમાં જઈ સેનિટાઇઝની કામગીરી કરે છે.
આ સંસ્થાના અગ્રણીઓ જણાવે છે કે લોકડાઉન શરૂ થયું ત્યારે સંસ્થાના લોકો નિકોલ અને વસ્ત્રાલની સોસાયટીઓમાં જઈને રોટલીઓ ઉઘરાવતા હતા અને શાક સંસ્થાના લોકો બનાવી આ શાક રોટલી ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પહોંચાડતા હતા. તેમની આ ઉમદા કામગીરી જોઈને કેટલાક લોકોએ ફંડ પૂરું પડતા સોસાયટી ઓને સફાઇ કરવાનો વિચાર સંસ્થાના અગ્રણીઓને આવ્યો. ત્યારથી સંસ્થાએ આ કામ શરૂ કર્યું છે.
સંસ્થાના અગ્રણીઓ જો કોઈ સોસાયટી દૂર હોય તો ત્યાં સુધી પહોંચવાનું ડીઝલ બળે એટલું અથવા જે કોઈ સ્વૈચ્છિક રીતે સંસ્થા મદદ કરવા ઈચ્છે તો તે ભેટ સ્વીકાર એ છે અને તેને સંસ્થાની પાકી પહોંચ પણ આપે છે. મહત્વનું છે કે કોરોનાના સંક્રમણ કેસ બાદ અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે અને કોઈએ અનાજ કીટ વિતરણ કરીને તો કોઈ એ બે ટંક ભોજનની વ્યવસ્થા કરીને કોઈને કોઈ પ્રકારે જરૂરિયાત મંદ લોકોની મદદ કરતી હોય છે તેવામાં સારથી ફાઉન્ડેશનની આ કામગીરી ખરેખર સરાહનીય છે.