ગુજરાતમાં (Gujarat) થોડા દિવસોથી કોરોના વાયરસનો (Coronavirus) કહેર ચિંતા કરાવે તેવી હદે વકરી રહ્યો છે. આ દરમિયાન આજે રવિવારે હોળી (Holi) અને સોમવારે ધુળેટીના (Dhuleti 2021) પર્વની ઉજવણી પર પણ અનેક પ્રકારના રોક લગાવવામાં આવ્યા છે. બે દિવસ માટે સરકારની ગાઈડલાઈન (guidline) હેઠળ તમામ કલબો, સ્વીમીંગ પુલ, પાર્ટી પ્લોટો અને મંદિર તથા હવેલીઓમાં પર્વ નિમિત્તે ઉજવવામાં આવતા તમામ કાર્યક્રમો ઉપર પાબંદી લગાવી દેવામાં આવી છે. અમદાવાદ શહેરમાં ધુળેટીની (Dhuleti) ઊજવણી અંગે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતુ. આ જાહેનામા મુજબ જાહેરમાં આવતા જતા રાહદારીઓ કે વાહનો કે મિલકતો પર રંગ ઉડાડી નહીં શકાય ન તો કાદવ કિડ કે રંગ મિશ્રિત રપાણી અથવા અન્ય પદાર્થો ફેંકી નહીં શકાય. પોલીસ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરશે.
આ અંગે મળતી માહીતી મુજબ, મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલીડ વેસ્ટ વિભાગ તરફથી શનિવારે એક પરીપત્ર પણ જારી કરવામાં આવ્યો છે. જે મુજબ, શહેરમાં કોરોનાના વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં લઈ રાજય સરકારની ગાઈડલાઈન મુજબ 28 અને 29 માર્ચના રોજ શહેરમાં તમામ પ્રકારની જાહેર ઉજવણી પર્વ નિમિત્તે કરી શકાશે નહીં એવો આદેશ કરવામાં આવ્યો છે.
શહેરમાં ગાઇડલાઇન પ્રમાણે બે દિવસ એટલે કે 28 અને 29 માર્ચના રોજ જોઇ લઇએ શું શું બંધ રહેશે. તમામ કલબો સદંતર બંધ રહેશે. તમામ સરકારી અને ખાનગી સ્વીમીંગ પુલો બંધ રહેશે.<br />મોટી સોસાયટીઓ તેમજ બંગલાઓમાં મોટી સંખ્યામાં ટોળા વળી પાણી કે કલર વડે હોળી રમવાની કરવામાં આવતી ઉજવણી બંધરાખવાની રહેશે. પાર્ટી પ્લોટોમાં ઉજવણી બંધ રહેશે.
આજે હોળીના દિવસે સાંજે 06:38થી લઇને રાત્રે 8:58 સુધીના મુહૂર્ત છે. જોકે, કોરોના મહામારીને પગલે આ વખતે હોળી પ્રગટાવવાની મંજૂરી આપવામાં આવી છે પણ ધૂળેટીના રંગોત્સવની ઉજવણી કરવા સામે સરકારે પ્રતિબંધ લગાવ્યો છે. હોલિકા દહન વખતે પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. આજે હોળી સાથે હોળાષ્ટકની પણ સમાપ્તિ થશે. જેના પગલે હવે વાસ્તુ,લગ્ન, સગાઇ, જમીન-મકાન ખરીદી જેવા કાર્યો કરી શકાશે.