Home » photogallery » ahmedabad » અમદાવાદ જ્વેલર્સમાં દંપતીનો લૂંટનો પ્રયાસ: પતિ સિલાઇકામ કરતો હોવાથી બાઇકની નંબર પ્લેટ છૂપાવવા માટે કર્યું ગજબનું તિકડમ

અમદાવાદ જ્વેલર્સમાં દંપતીનો લૂંટનો પ્રયાસ: પતિ સિલાઇકામ કરતો હોવાથી બાઇકની નંબર પ્લેટ છૂપાવવા માટે કર્યું ગજબનું તિકડમ

પતિ પત્નીએ પોલીસ પૂછપરછમાં અનેક રાઝ ખોલતા કહાની સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ હતી.

विज्ञापन

  • 15

    અમદાવાદ જ્વેલર્સમાં દંપતીનો લૂંટનો પ્રયાસ: પતિ સિલાઇકામ કરતો હોવાથી બાઇકની નંબર પ્લેટ છૂપાવવા માટે કર્યું ગજબનું તિકડમ

    હર્મેશ સુખડિયા, અમદાવાદ: શહેરનાં (Ahmedabad)કૃષ્ણનગરમાં જવેલર્સમાં લૂંટનો પ્રયાસ કરવાના કેસમાં કોરોનામાં બેકાર બનેલ પતિએ પત્નીની દવા માટે લૂંટ કરવાનું નક્કી કર્યું હોવાનું સામે આવ્યું છે. એકતરફ ધંધો પડી ભાંગ્યો ત્યાં 20થી 25 હજાર રૂપિયા લોકો પાસે ફસાઈ જતા દંપતીએ (couple try to loot in Jwellers shop) લૂંટ કરવાનું નક્કી કર્યું હતું. આરોપી યુવક સિલાઈ કામ કરતો હોવાથી સાઉથ ઇન્ડિયન ફિલ્મની કહાની મુજબ બાઇકની નમ્બર પ્લેટ પર કપડું રાખી સિલાઈ મારી લૂંટ કરવા નિકળ્યા હતા. જોકે પકડાઈ ગયેલા દંપતીએ પોલીસ સમક્ષ એવી અનેક માહિતી ઓ કબૂલી કે પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

    MORE
    GALLERIES

  • 25

    અમદાવાદ જ્વેલર્સમાં દંપતીનો લૂંટનો પ્રયાસ: પતિ સિલાઇકામ કરતો હોવાથી બાઇકની નંબર પ્લેટ છૂપાવવા માટે કર્યું ગજબનું તિકડમ

    કૃષ્ણનગરમાં આવેલા ગહના જવેલર્સ નામની દુકાનમાં રવિવારના બપોરના સમયે માલિક હરેશ મોદી સહીત ત્રણ વ્યકતિ બેઠા હતા. અચાનક એક યુવક અને એક યુવતી હાથમાં છરી, હથોડી અને પિસ્ટલ લઈને દુકાનમાં ઘુસી આવ્યા હતા. બપોરના સવા એક વાગ્યાની આસપાસ તેઓ પિસ્તોલ લઈને નિકોલ ખોડીયાર મંદિર પાસે આવેલા ગહના જવેલર્સમાં લૂંટ કરવા માટે પહોંચી ગયા.

    MORE
    GALLERIES

  • 35

    અમદાવાદ જ્વેલર્સમાં દંપતીનો લૂંટનો પ્રયાસ: પતિ સિલાઇકામ કરતો હોવાથી બાઇકની નંબર પ્લેટ છૂપાવવા માટે કર્યું ગજબનું તિકડમ

    આરોપી ભરત ગોહિલ તેની પત્ની અને એક વર્ષની બાળકી સાથે રહે છે. આરોપી સિલાઈ કામ કરે છે. પણ કોરોના મહામારીને કારણે ધંધો ચાલતો નહોતો. બીજીતરફ મૂળ દિલ્હીની યોગીતા નામની પત્નીને કમરના દુખાવાની બીમારી અને એક વર્ષની બળકીનો ખર્ચ આરોપી ઉઠાવી ન શક્યો.20થી 25 હજાર પણ ફસાઈ ગયા હતા.

    MORE
    GALLERIES

  • 45

    અમદાવાદ જ્વેલર્સમાં દંપતીનો લૂંટનો પ્રયાસ: પતિ સિલાઇકામ કરતો હોવાથી બાઇકની નંબર પ્લેટ છૂપાવવા માટે કર્યું ગજબનું તિકડમ

    જેથી દસેક દિવસ પહેલા એક સાઉથની ફિલ્મની કહાની પરથી આ પ્લાન ઘડી નાખ્યો હતો. પત્ની યોગીતાએ પતિ સાથે જવાની ના પાડી હતી છતાંય તે તેને લઈ ગયો હતો. બીજીતરફ બાઇકનો નંબર જાહેર ન થાય તે માટે કપડું લગાવી સિલાઈ મારી લૂંટ કરવા પહોંચ્યા હતા. ત્યાં જવેલર્સ પર તો પહોંચ્યા પણ આરોપી પીછેહઠ કરીને એક વાર પાછો પણ આવ્યો. તે લૂંટ કરવામાં ગભરાતો હતો પણ તેની મજબૂરી અને ખરાબ પરિસ્થિતિએ તેને લૂંટ કરવા મજબૂર કર્યો હતો. પણ લોકોના હાથે પતિ પત્ની ઝડપાઇ ગયા હતા.

    MORE
    GALLERIES

  • 55

    અમદાવાદ જ્વેલર્સમાં દંપતીનો લૂંટનો પ્રયાસ: પતિ સિલાઇકામ કરતો હોવાથી બાઇકની નંબર પ્લેટ છૂપાવવા માટે કર્યું ગજબનું તિકડમ

    ત્યારે હવે આ કેસમાં આરોપી હથિયાર ક્યાંથી લાવ્યો તે બાબતે તપાસ કરતા તેના મિત્રનું નામ સામે આવ્યું છે. લગ્નમાં જવાનું કહીને આરોપીએ હથિયાર લીધું અને તેના પૈસા પણ ચૂકવ્યા હતા. પહેલા આરોપીના મિત્રએ ખોટું હથિયાર આપ્યું બાદમાં ઓરીજીનલ હથિયાર કારતુસ વગર આપ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ત્યારે આ ગુનાને અંજામ આપવામાં આરોપી મહિલા માસ્ટર માઈન્ડ હોવાનું માની પોલીસે તે બાબતે તપાસ શરૂ કરી છે.

    MORE
    GALLERIES