પ્રણવ પટેલ, અમદાવાદ : કોરોના મહામારી વચ્ચે દર્દીઓની સારવાર પુરી પાડવા માટે ઓક્સિજન બેડ સહિતના બેડની સંખ્યામાં વધારો કરવા માટે ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર તરીકે કાર્યરત નર્સિંગ હોમ્સ અને નાની હોસ્પિટલ ખુબ જ મહત્વ ભુમિકા ભજવી રહી છે. મોટી અને સરકારી હોસ્પિટલમાં ઘણું ભારણ ઘટ્યું છે. અમદાવાદ શહેરમાં સરકારી સહિત ૧૫૦થી વધુ ખાનગી હોસ્પિટલમાં કોવિડ -૧૯ સારવાર ચાલી છે. રાજ્ય સરકાર એક નિર્ણય હજારો લોકોની જીંદગી બચાવી હોવાનો મત ડોક્ટરો કહી રહ્યા છે. સરકાર દ્વારા જાહેરાત કરાઇ હતી કે, તમામ હોસ્પિટલ હવે કોવિડ માટે સારવાર આપી શકશે.
ત્યારે અમદાવાદ શહેરના એક સમય હતો કે, હોસ્પિટલ બહાર એબ્યુલન્સ લાંબી લાઇનો લાગતી હતી . પરંતુ સરકાર દ્વારા તમામ નાની મોટી તેમજ નર્સિંગ હોમ્સ હોસ્પિટલને પણ કોવિડ માટે સારવાર આપવા જાહેરાત કરતા મોટી હોસ્પિટલ ભારણ ઘટ્યું છે. શહેરમાં આવેલા નર્સિંગ હોમ્સ તથા નાની હોસ્પિટલોને ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર તરીકે કાર્યરત કરી નવા ઓક્સિજન બેડ વધારી અનેક લોકોના જીવ બચી શક્યા છે. ડોક્ટરો આલમ પણ એએમસીના આ નિર્ણયથી ખુશ છે.
એપ્રિલ મહિનામાં માત્ર ૧૫ નર્સિંગ હોમ્સ / હોસ્પિટલને ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર કાર્યરત હતા. પરંતુ આજે સરકાર એક નિર્ણયથી અનદાવાદ શહેરમાં ૨૩૧ નર્સિંગ હોમ્સ / ડેડીકેટડ કોવિડ હેલ્થ સેન્ટર તરીકે કાર્યરત છે. જેમા કોવિડ -૧૯ દર્દીઓની સારવાર માટે ૧૧૯૫ આઇશોલેશન બેડ અને ૧૪૨૦ ઓક્સિેજન સુવિધા યુક્ત HDU બેડ એમ મળી કુલ ૨૬૧૫ બેડ ઉપલબ્ધ કારવામાં આવેલ છે.
એએમસી દ્વારા નર્સિંગ હોમ્સ અને હોસ્પિટલમાં જરૂરી દવાઓ, ઇન્જેક્શન તેમજ ઓક્સિજન બોટલ રીફીલ કરી આપવાની વ્યવસ્થા પુરી પાડવામા આવેલી છે. એએમસી કોરોના સામે લડાઇમાં ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર તરીકે જોડાયેલા શહેરની આ તમામ નર્સિંગ હોમ / હોસ્પિટલ દ્વારા કોરોના મહામારીના હાલના પીક સમયગાળા દરમિયાન ખુબ જ મહત્વની ભુમિકા ભજવેલ અને જીવાદોરી સાબિત થયેલ છે.