અમદાવાદ: કોરોનાની ત્રીજી લહેર (Corona Third Wave) આવતા પહેલા લોકો પણ તકેદારીના પગલા રૂપે રસી (Corona vaccine) લઇ રહ્યાં છે. ત્યારે આજે શહેરમાં (Corona vaccine in Ahmedabad) વહેલી સવારથી કોરોનાની રસી લેવા માટેની લાંબી લાંબી લાઇનો જોવા મળી રહી છે. આજે શહેરમાં 45 હજાર લોકોને રસી આપવાનું ટાર્ગેટ છે. ત્યારે મંગળવારે પણ શહેરમાં સૌથી વધુ રેકોર્ડબ્રેક 44,819 નાગરિકોને રસી આપવામાં આવી હતી. (તસવીર: વિભુ પટેલ)
3 જુલાઈનાં રોજ 44,540ને રસી આપવામાં આવી હતી. ત્યાર બાદ રસીકરણમાં ક્રમશ: ઘટાડો થયો હતો. જો આ રીતે વેક્સિનેશનની પ્રક્રિયા ચાલુ રહે તો 2થી 3 મહિનામાં 100 ટકા નાગરિકોને પ્રથમ ડોઝ મળી જશે. મંગળવારે 44,819ને રસી અપાઈ હતી, જેમાં 23,980 યુવાનોનો સમાવેશ થાય છે. શહેરમાં અત્યારસુધીમાં 3428627ને રસી અપાઈ છે, જેમાં 26.97 લાખે પ્રથમ અને 7.31 લાખને બીજો ડોઝ અપાયો છે.(તસવીર: વિભુ પટેલ)
રસીકરણની સાથે શહેરમાં કોરોનાના ટેસ્ટિંગ માટેના 28 ડોમ દોઢ મહિના પછી ફરીથી શરૂ કરવામાં આવ્યા છે. આ ડોમ પર આરટી-સીપીસીઆર અને એન્ટિજન ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. હાલ શહેરમાં કોરોના દૈનિક કેસ સિંગલ ડિજિટમાં આવી રહ્યા છે. 28 ડોમમાં રોજ 100 ટેસ્ટ કરવા માટેની તૈયારી કરવામાં આવી છે. 50 રેપિડ એન્ટિજન ટેસ્ટ અને 50 આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.(તસવીર: વિભુ પટેલ)
નોંધનીય છે કે, રાજ્યમાં કોરોના રસી મેળવનારા લોકોની સંખ્યા 3 કરોડ, એક લાખ પર પહોંચી છે. પર મિલિયન વેક્સિનેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે. કોરોના મહામારી સામે રક્ષણાત્મક ઉપાય એવા કોરોના રસીકરણની રાજ્ય વ્યાપી સઘન કામગીરીમાં 20મી જુલાઈ 2021 સુધીમાં રાજ્યમાં 47 ટકા લોકોને રસીના પ્રથમ ડોઝથી સુરક્ષિત કરાયા છે. શહેરનાં પૂર્વ ઝોનમાં રસીના લિમિટેડ ડોઝને કારણે નાગરિકો પરેશાન થઇ રહ્યાનાં પણ અનેક અહેવાલો સામે આવી રહ્યાં છે. ઓનલાઇન ટોકન નહીં પણ ટોકન પદ્ધતિથી રસી આપવામાં આવે છે. આ ઝોનમાં ડોઝ ઓછા આવી રહ્યાં હોવાને કારણે નાગરિકો પરેશાન થઈ રહ્યા છે. લોકો રજીસ્ટ્રેશન માટે સવારે 6 વાગ્યાથી લાઇનોમાં ઉભા રહે છે.(તસવીર: વિભુ પટેલ)