પ્રણવ પટેલ, અમદાવાદ: વિધાનસભા ચૂંટણી -૨૦૨૨માં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ૮૦થી વધુની વયના અશક્ત વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારો માટે ઘેર બેઠા મતદાનની સુવિધાનો નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે અમદાવાદ જિલ્લામાં ૨૧૨૧ જેટલા વયોવૃદ્ધ અશક્ત અને દિવ્યાંગ મતદાતાઓએ પોસ્ટલ બેલેટ મતદાન માટે કલેક્ટર કચેરીમાં ઓનલાઇન અરજી કરી હતી. જેમાંથી ૨૫ નવેમ્બરથી શરૂ થયેલ આ પહેલ અંતર્ગત ૨૮ નવેમ્બરની સ્થિતિએ જિલ્લાના ૨૦૪૪ વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદાતાઓએ ગોપનીયતા અને પારદર્શિતા જાળવીને સફળતાપૂર્ણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું.