Home » photogallery » ahmedabad » શું વાત છે!! અમદાવાદની કંપનીએ કર્મીચારીઓને ગિફ્ટમાં આપી કાર

શું વાત છે!! અમદાવાદની કંપનીએ કર્મીચારીઓને ગિફ્ટમાં આપી કાર

દુનિયાની મોટી કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે ત્યારે અમદાવાદમાં કર્મચારીઓને લોટરી લાગી. અમદાવાદની કંપનીએ કર્મીચારીઓને ગિફ્ટમાં આપી કાર

विज्ञापन

  • 18

    શું વાત છે!! અમદાવાદની કંપનીએ કર્મીચારીઓને ગિફ્ટમાં આપી કાર

    સંજય ટાંક, અમદાવાદ: એક તરફ દુનિયાની મોટી મોટી કંપનીઓ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી રહી છે. કોરોનાકાળ પછી કર્મચારીઓને નોકરી અને પ્રમોશનનો પણ પ્રોબ્લેમ જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદની એક ખાનગી કંપનીના કર્મચારીઓને જાણે લોટરી લાગી હોય તેવા સમાચાર સામે આવ્યા છે. આ કંપનીએ પોતાના 13 કર્મનિષ્ઠ કર્મચારીઓ ને મોંઘીદાટ કાર ગિફ્ટમાં આપી છે. એવું કહેવાય છે કે, કર્મનિષ્ઠ કર્મચારી એ કંપનીની મૂડી હોય છે. આ કર્મચારીઓના વિશ્વાસ અને કામને પ્રોત્સાહિત કરવાની અમદાવાદની એક ખાનગી કંપનીની અનોખી પહેલ જોવા મળી. 

    MORE
    GALLERIES

  • 28

    શું વાત છે!! અમદાવાદની કંપનીએ કર્મીચારીઓને ગિફ્ટમાં આપી કાર

    અમદાવાદની ત્રિધ્યા ટેક નામની આઇટી કંપની દ્વારા તેના 13 કર્મચારીઓ ને કાર ભેટ આપવામાં આવી છે. કંપનીના એમ ડી રમેશ મરંડએ જણાવ્યું કે, કંપનીને 5 વર્ષ પૂર્ણ થયા છે. 5 વર્ષમાં જે પણ કમાયા છીએ તે કર્મચારીઓની મહેનતનું પરિણામ છે. 13 કર્મચારીઓને વર્ષોથી કંપનીના મિશન પ્રત્યેની તેમની સખત મહેનત અને સમર્પણ માટે પ્રશંસાના પ્રતીક તરીકે સન્માનિત કર્યા છે. જેના ભાગરૂપે કર્મચારીઓને કાર ગિફ્ટ કરી રહ્યા છીએ. અમે બનાવેલી સંપત્તિ અમારા કર્મચારીઓ સાથે વહેંચવામાં દ્રઢપણે વિશ્વાસ રાખીએ છીએ.

    MORE
    GALLERIES

  • 38

    શું વાત છે!! અમદાવાદની કંપનીએ કર્મીચારીઓને ગિફ્ટમાં આપી કાર

    તેમણે જણાવ્યું કે, આ માત્ર શરૂઆત છે. કર્મચારીઓ માટે ભવિષ્યમાં આવી વધુ પહેલ કરીશું. આવી પહેલથી કર્મચારીઓને કંપની માટે સારી કામગીરી કરવાની અને કંપની સાથે જોડાઈ રહેવાની પ્રેરણા મળશે. 

    MORE
    GALLERIES

  • 48

    શું વાત છે!! અમદાવાદની કંપનીએ કર્મીચારીઓને ગિફ્ટમાં આપી કાર

    બીજી તરફ, કંપનીની આ પહેલથી કર્મચારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો. સાત વર્ષથી કંપનીમાં કામ કરતા ધ્રુવ પટેલએ જણાવ્યું કે સામાન્ય રીતે આઇટી કંપનીઓમાં કર્મચારીઓ એક બે વર્ષમાં વધુ પગાર મળે તો જોબ ચેન્જ કરી દેતા હોય છે. ત્યારે આ કંપનીએ એકઝામ્પલ સેટ કર્યું છે કે કંપની માટે સારું કામ કરવાથી અને એક જ કંપની સાથે જોડાઈ રહેવાથી કામની કદર થાય છે. અમારા માટે ખૂબ સારો અનુભવ રહ્યો. 

    MORE
    GALLERIES

  • 58

    શું વાત છે!! અમદાવાદની કંપનીએ કર્મીચારીઓને ગિફ્ટમાં આપી કાર

    મહત્વનું છે કે, થોડા વર્ષો પહેલા સુરતના ડાયમંડ કિંગ ગણાતા ઉધોગપતિ સવજી ધોળકિયા દ્વારા પણ પોતાના કર્મચારીઓને કાર ગિફ્ટ કરી હતી ત્યારે અમદાવાદની આ કંપનીના માલિક કર્મચારીઓ માટે કાર ગિફ્ટ આપી અનોખી પહેલ કરી છે.

    MORE
    GALLERIES

  • 68

    શું વાત છે!! અમદાવાદની કંપનીએ કર્મીચારીઓને ગિફ્ટમાં આપી કાર

    આ કંપનીએ પોતાના 13 કર્મનિષ્ઠ કર્મચારીઓ ને મોંઘીદાટ કાર ગિફ્ટમાં આપી છે.

    MORE
    GALLERIES

  • 78

    શું વાત છે!! અમદાવાદની કંપનીએ કર્મીચારીઓને ગિફ્ટમાં આપી કાર

    એવું કહેવાય છે કે, કર્મનિષ્ઠ કર્મચારી એ કંપનીની મૂડી હોય છે. આ કર્મચારીઓના વિશ્વાસ અને કામને પ્રોત્સાહિત કરવાની અમદાવાદની એક ખાનગી કંપનીની અનોખી પહેલ જોવા મળી. 

    MORE
    GALLERIES

  • 88

    શું વાત છે!! અમદાવાદની કંપનીએ કર્મીચારીઓને ગિફ્ટમાં આપી કાર

    અમદાવાદની ત્રિધ્યા ટેક નામની આઇટી કંપની દ્વારા તેના 13 કર્મચારીઓ ને કાર ભેટ આપવામાં આવી છે.

    MORE
    GALLERIES