Home » photogallery » ahmedabad » અમદાવાદઃ વસ્ત્રાપુરના જાણિતા કપડાના શોરૂમમાં CID ક્રાઈમની રેડ, તપાસમાં શું નીકળ્યું?

અમદાવાદઃ વસ્ત્રાપુરના જાણિતા કપડાના શોરૂમમાં CID ક્રાઈમની રેડ, તપાસમાં શું નીકળ્યું?

રેડ દરમિયાન સી આઇ ડી ક્રાઈમના સ્ટાફ દ્વારા કેટલીક વસ્તુઓ બારોબાર સગેવગે કરી હતી. આ વેપારીઓએ અગાઉ કરેલ રેડના સીસીટીવી ફૂટેજ પણ તેમણે વાયરલ કર્યા હતા. 

विज्ञापन

  • 15

    અમદાવાદઃ વસ્ત્રાપુરના જાણિતા કપડાના શોરૂમમાં CID ક્રાઈમની રેડ, તપાસમાં શું નીકળ્યું?

    ઋત્વિજ સોની, અમદવાાદઃ બ્રાન્ડેડ કંપનીની (Branded company) બનાવટી વસ્તુઓનું વેચાણ કરતાં વેપારીઓ પર સીઆઇડી ક્રાઇમ (CID crime) દ્વારા કેટલાક મહિના અગાઉ તવાઈ બોલાવવામાં આવી હતી. બાદમાં આજે ફરી એક વખત સીઆઇડી ક્રાઇમ દ્વારા બ્રાન્ડેડ કંપનીની બનાવટી વસ્તુઓનું (Fake things) વેચાણ કરતા વેપારીઓને ત્યાં રેડ કરવામાં આવી છે. જોકે વેપારીઓ સીઆઈડી ક્રાઈમની આ કામગીરીને હેરાનગતિના સ્વરૂપમાં જોતા હોય તેવું લાગી રહ્યું છે.

    MORE
    GALLERIES

  • 25

    અમદાવાદઃ વસ્ત્રાપુરના જાણિતા કપડાના શોરૂમમાં CID ક્રાઈમની રેડ, તપાસમાં શું નીકળ્યું?

    અમદાવાદ શહેરના (Ahmedabad city) વસ્ત્રાપુર (vastrapur) વિસ્તારમાં આવેલા જાણિતા શોરૂમમાં બ્રાન્ડેડ કંપનીની બનાવટી વસ્તુનું વેચાણ થઇ રહ્યું હોવાની અરજી સીઆઇડી ક્રાઇમને મળી હતી.  તેના આધારે સીઆઇડી ક્રાઇમ દ્વારા કંપનીના માણસોને સાથે રાખીને અહીં રેડ કરવામાં આવી હતી. જેમાં તપાસ દરમિયાન બ્રાન્ડેડ કંપનીના ઘડિયાળ અને કપડાં મળી આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 35

    અમદાવાદઃ વસ્ત્રાપુરના જાણિતા કપડાના શોરૂમમાં CID ક્રાઈમની રેડ, તપાસમાં શું નીકળ્યું?

    સીઆઈડી ક્રાઈમને આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને હાલમાં વધુ તપાસ શરૂ કરી છે. જોકે વેપારીનો આક્ષેપ છે કે તેઓએ અગાઉ સીઆઈડી ક્રાઈમની કામગીરીને લઇને સવાલો ઉભા કર્યા હતા અને અગાઉ એસીબીમાં તેઓએ અરજી પણ આપી હતી.

    MORE
    GALLERIES

  • 45

    અમદાવાદઃ વસ્ત્રાપુરના જાણિતા કપડાના શોરૂમમાં CID ક્રાઈમની રેડ, તપાસમાં શું નીકળ્યું?

    જેને ધ્યાનમાં રાખીને તેમના શો રૂમમાં રેડ કરી હોવાનો આક્ષેપ વેપારી લગાવી રહ્યા છે. વેપારીનું કહેવું છે કે સીઆઇડી ક્રાઇમે બદલાની ભાવનાથી આ રેડ કરી છે. અગાઉ કેટલાક વેપારીઓએ એ પણ આક્ષેપ કર્યો હતો.

    MORE
    GALLERIES

  • 55