પ્રણવ પટેલ, અમદાવાદ : અમદાવાદ મહાનગર પાલિકાના (Ahmedabad Municipal Corporation)ભાજપ મહિલા કાઉન્સિલરના (Councilor) પતિના દાદાગીરી કરતા સીસીટીવી (CCTV)સામે આવ્યા છે. મહિલા કાઉન્સિલરના પતિ વિરુદ્ધ નારોલ પોલીસ સ્ટેશનમાં (Narol Police Station)ફેક્ટરી માલિક દ્વારા કાર્યવાહી કરવા અરજી પણ કરાઇ છે. અમદાવાદ મહાનગર પાલિકના ભાજપના (BJP)મહિલા કાઉન્સિલર ચાંદની બહેન પટેલના (Chandni Patel)પતિ તેજસ પટેલ સહિત અન્ય અજાણ્યા ઇસમો દ્વારા ફેક્ટરીમાં આવી હપ્તા ઉઘરાવવાની માંગ સાથે મારપીટ કરી હોવાની પોલીસ ફરિયાદ નારોલ પોલીસ સ્ટેશનમાં નોંધવામા આવી છે.
નારોલના શાહવાડી ગામમાં શ્રી અંબિકા પોલીફીલ નામની ફેક્ટરીના માલિક કિર્તી શેઠ દ્વારા નારોલ પોલીસ સ્ટેશનમાં તેજસ પટેલ, રાહુલ ભરવાડ , રવિ પટેલ, હેમાંગ પટેલ સહિત અન્ય વ્યક્તિ સામે મારપીટ અને હપ્તા માંગતા હોવાની પોલીસ ફરિયાદ નોંધી છે. ફેક્ટરી માલિક કિર્તી શેઠે જણાવ્યુ હતુ કે ભાજપના મહિલા કાઉન્સિલર ચાંદનીબહેન પતિ તેજસ પટેલ દ્વારા તેઓ પાસે 2 લાખ રૂપિયાની માંગણી કરી હતી.
ફેક્ટરીના ગટર કેનક્શન માટે તેજસ પટેલ દ્વારા જોડાણ કરવા માટે માંગણી કરવામાં આવી હતી. અમોએ બે લાખ રૂપિયા ના આપી અમદાવાદ મહાનગર પાલિકા પાસે કાયદેસર રીતે ગટર જોડાણ મેળવ્યું હતું. પરંતુ આ વાતથી નારાજ થઈ તેજશ પટેલ તેના સાથીઓ સાથે 23 ડિસેમ્બરના બપોરના સુમારે 12.30 કલાકે આવી અમારા એકાઉન્ટ સાથે ધાક ધમકી આપી પૈસા માંગ્યા હતા અને મારઝૂડ કરી હતી. જે સમગ્ર મામલો સીસીટીવીમા કેદ થયો છે. આ અંગે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા અરજી કરી છે.
ભાજપના મહિલા કાઉન્સિલર ચાંદનીબહેન પટેલના પતિ તેજશભાઇ પટેલ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ફેક્ટરી માલિકી પાસે કોઇ રૂપિયા માંગવાના આવ્યા ન હતા. ફેક્ટરી દ્વારા ગેરકાયદે ગટર જોડાણ કરાયું હતું. શાહવાડી ગામના રહીશોએ અમારી પાસે ફરિયાદ કરી હતી. જેથી ગ્રામજનો સાથે રજૂઆત કરવા ફેક્ટરીમાં ગયા હતા. ફેક્ટરી તરફથી ઉગ્ર બોલાચાલી થતા ગ્રામજનો સાથે ધક્કા મુકી થઇ હતી. કોઇ પૈસાની લેવડ દેવડ નથી. હું ભાજપનો કાર્યકર્તા છુ તેથી ખોટા આરોપ મુકવામા આવ્યા છે. નોંધનીય છે કે ભુતકાળમાં પણ તેજશ પટેલ વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફોન પર ધાક ધમકી આપી હોવાની સામાજીક કાર્યકતાએ ફરિયાદ કરી હતી. મહિલા કાઉન્સિલરના પતિનો ભુતકાળ ખરડાયો છે ત્યારે જોવાનું રહે છે સુશાસન વાળી પાર્ટી શું પગલા લે છે.