વિભુ પટેલ: અમદાવાદનાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે વધુ એક માઇલસ્ટોન હાંસલ કર્યો છે. એરપોર્ટ પરના રનવેના પુનઃસ્થાપનનું કાર્ય નિર્ધારીત સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવ્યું છે. એરપોર્ટે પ્રસ્થાવિત રનવેના મુખ્ય પેવમેન્ટ અને ડેન્સ બિટ્યુમિનસ મેકાડમ (DBM)નું 5 સ્તરીય કામકાજ પૂર્ણ કરી લીધુ છે. રનવેના કામકાજને સમયસર પૂર્ણ કરવા SVPI એરપોર્ટની ટીમોએ અનેક મોરચે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધર્યું છે.
SVPI એરપોર્ટના રનવે પર 17 જાન્યુઆરી 2022 થી લઈને કામકાજના 48 દિવસોમાં અત્યાર સુધીમાં 108,000MT કરતાં વધુ ડામર પાથરવામાં આવ્યો છે, જે સમગ્ર દેશમાં ઓપરેશનલ રનવેના કામમાં એક રેકોર્ડ છે. DBM ટ્રક અને એરક્રાફ્ટ જેવા ભારે વાહનો માટે બનાવવામાં આવે છે. જેમાં ઉચ્ચ ગુણવત્તા ધોરણો સાથે ચોક્કસ માપન ધરાવતી બાંધકામ સામગ્રીનું મિશ્રણ હોય છે. હવે આ રનવે પર 3505 મીટરની લંબાઈ ટ્રાંસવર્સ દિશામાં બંને-દિશામાં ઢોળાવ ધરાવતો થઇ ગયો છે.
અમદાવાદ એરપોર્ટના રન વેના સમારકામને લઈ સવારે 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી એરપોર્ટ બંધ રહેશે.રનવેના રિકાર્પેટિંગ દરમિયાન રન-વેનું ઓવરલેપિંગ, રન-વે સ્ટ્રીપ ગ્રેડીંગ અને સ્લોપ આકારણી, રન-વેના અંતિમ છેડા વિસ્તારના ગ્રેડીંગ અને સ્લોપના એસેસમેન્ટ સહિત સ્ટોર્મ વોટર ડ્રેનેજનું નિર્માણ અને મેનોવરિંગ ક્ષેત્રમાં સંકેતોની પુન:સ્થાપના સહિતના કામો કરવામાં આવશે