ઋત્વિજ સોની, અમદાવાદ : શહેરના (Ahmedabad accident) તાજેતરમાં જ ગોતા બ્રિજ પર કાર ચાલકની ટક્કર વાગતાં બ્રિજ પરથી નીચે પટકાતા દંપતીએ જીવ ગુમાવવાનો વખત આવ્યો હતો. આવી અનેક ઘટનાઓ બાદ કેટલાક લોકો છે કે, જે હજી પણ સુધારવાનું નામ લઈ રહ્યા નથી અને ગફલતભરી રીતે કાર ચલાવીને નિર્દોષ લોકોની જીદંગીને જોખમમાં મૂકતા હોય છે. આવો જ એક બનાવ શહેરના કર્ણાવતી કલબ નજીક (Karnavati accident) બન્યો છે. જેમાં બે નિર્દોષ યુવકોએ જીવ ગુમાવ્યો છે.
અમદાવાદ શહેરના કર્ણાવતી ક્લબની નજીક અકસ્માતમાં બે યુવકોના મોત નિપજ્યા છે. કર્ણાવતી ક્લબ થી એસપી રિંગ રોડ તરફ જવાના રોડ પર થાર ગાડીના ચાલકે બાઈક પર સવાર બે યુવકોને ટક્કર મારતા ગંભીર રીતે પહેલા બન્ને યુવકોના ઘટના સ્થળ પર જ મૃત્યું થયા છે. મળતી માહિતી પ્રમાણે, આંબલી ગામનો રહેવાસી સુરેશ ઠાકોર અને ઘુમા ગામનો રહેવાસી તેનો મિત્ર સારંગ કોઠારી સરખેજ સ્થિર જસ્ટ ડોગમાં નોકરી કરતા હતા.
નોકરી પૂર્ણ કરીને તેઓ કર્ણાવતી ક્લબની બાજુમાંથી જે રસ્તો પસાર થાય છે ત્યાંથી ઘર તરફ જઈ રહ્યા હતી. તે દરમિયાન રોંગ સાઇડથી આવી રહેલી થાર ગાડીના ચાલકે તેમને ટક્કર મારી હતી. જેમાં બંને યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને ઘટના સ્થળ પર જ તેઓના મૃત્યુ નિપજયા છે. જોકે મહત્વની બાબત તો એ છે કે, સુરેશ ઠાકોર ઘટનાની થોડી જ મિનિટો પહેલા તેના ભાઇને ફોન કર્યો હતો.