અમદાવાદ: મુંબઈ-અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મધરાત્રે હાઇવે ઉપર આવેલા ચારોટી જંકશન પાસેના કાસા ગામની સીમમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સુરત જિલ્લાના બારડોલીના NRI પરિવારને અકસ્માત નડ્યો હતો. લંડન જવા માટે નીકળેલા મૂળ બારડોલીના બે એનઆરઆઇને એરપોર્ટ ઉપર મુકવા જઇ રહેલી સ્કોડા કારને અકસ્માત નડ્યો હતો. ગંભીર અકસ્માત નડતા કારમાં સવાર 4નાં ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. બારડોલીના વ્હોરવાડ વિસ્તારમાં સગાસબંધીઓ સહિત મુસ્લિમ સમાજના ટોળા ઉમટ્યા હતા.