દીપિકા ખુમાણ, અમદાવાદ : કેન્દ્ર સરકારની ગાઈડ લાઇન (Guideline of Unlock 4.0) પ્રમાણે 7 મી સપ્ટેમ્બર સોમવારથી મેટ્રો (Ahmedabad metro starting date) સેવા શુરૂ થશે જેમાં વસ્ત્રાલ ગામ થી એપરલ પાર્ક સુધી મેટ્રો ને દોડાવવા માં આવશે. 650 પેસેન્જરની કેપિસિટી ધરવતી ટ્રેનમાં 3 કોચ દોડાવાશે જેમાં 90 લોકો મુસાફરી કરી શકશે. 7 થી 13 સપ્ટેમ્બર સુધી ટ્રેન સેવા દિવસમાં અલગ અલગ સમયમાં દોડાવાશે. 14 મી સપ્ટેમ્બરે ટ્રેન રાબેતા મુજબ શુરૂ થઈ જશે. કોરોના સંક્રમણના જોખમને લઈને મેટ્રો ટ્રેનમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં બે (Social distance rules of metro) મુસાફરો વચ્ચે એક સીટ ખાલી રખાશે.
તમામ ટિકિટ કાઉન્ટરો અને પ્લેટફોર્મ પર સોશીયલ ડિસ્ટન્સ જળવાઈ રહે એ માટે મારકિંગ કરવામાં આવશે તમામ મુસાફરોનો થર્મલ ગન સ્કેનિંગ પણ થશે. દરેક મુસાફરી બાદ ટ્રેનને સંપૂર્ણપણે સેનીટાઇઝ કરવામાં આવશે. આ સિવાય મુસાફ રો ને સેનીટાઇઝ કરાયેલા ટોકન આપવામાં આવશે. મુસાફરોને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા અંગે કહેવામાં આવશે.