ઋત્વીજ સોની, અમદાવાદ : શહેરના સાબરમતી વિસ્તારમાં યુવતી ને યુવક સાથે મિત્રતા રાખવી ભારે પડી છે. યુવક પરિણીત (Married man) હોવાથી થોડા સમય માટે સંપર્ક માં રહ્યા બાદ યુવતી એ ધીમે ધીમે તેની સાથે વાતચીત કરવાનુ અને મળવાનું ઓછું કરી દેતા યુવક ઉસ્કેરાયો હતો. અને યુવતી ને વારંવાર ફોન કરી ધમકી (Threat to Girl) આપતો હતો. જો કે યુવતીએ આ બાબત ની જાણ યુવકનાં માતાપિતા ને કરતા જ યુવકે ફરિયાદી યુવતીની કારમાં તોડ ફોડ કરી ધમકી આપી છે. આરોપી યુવકે યુવતીના ઘરે જઈ તેની કાર તોડી અને ફોન કર્યો હતો કે 'તારી ગાડી તોડી નાખી છે, તારા પણ આવા જ હાલ કરીશ' (પ્રતિકાત્મક તસવીર)
પરંતુ યુવતીની માતા એ તેને ફોન કરતા યુવતી ઘરે આવી હતી અને જોયું તો તેની કાર નો કાચ તૂટેલો હતો. જેથી તેણે આરોપીને આવું કરવા પાછળ નું કારણ પૂછતાં તેણે કહ્યું હતું કે તે મારા માતાપિતા ને ફોન કેમ કર્યો હતો. જો કે સમગ્ર ઘટનાની જાણ પોલીસ ને કરતા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પ્રતિકાત્મક તસવીર