હર્મેશ સુખડિયા, અમદાવાદ: એક યુવતીએ લગ્ન કર્યા બાદ એક જ વર્ષના સમયગાળામાં તેનું ઘર ભાંગી પડ્યું છે. કારણકે તેનો પતિ બેવફા નીકળતા હવે યુવતીએ પોલીસની મદદ લીધી છે. લગ્નના થોડા દિવસમાં જ પતિએ યુવતીને ન રાખવા કહી દીધું હતું, પત્નીએ આ બાબતે વાત કરતા પત્ની સાથે પતિ બોલતો ન હતો અને આખી રાત પત્ની પાસે જતો પણ ન હતો. એક દિવસ તો પતિના કહેવા મુજબ યુવતીના દીયરે બધાની હાજરીમાં ઝગડો થયા બાદ કેરોસીન છાંટવાનો પ્રયાસ કર્યો હતો.