Home » photogallery » ahmedabad » અમદાવાદ: અફઘાનિસ્તાનની અસરને પગલે ડ્રાયફ્રૂટ્સના ભાવમાં વધારો, વેપારીઓના કરોડોના ઓર્ડર અટવાયા

અમદાવાદ: અફઘાનિસ્તાનની અસરને પગલે ડ્રાયફ્રૂટ્સના ભાવમાં વધારો, વેપારીઓના કરોડોના ઓર્ડર અટવાયા

Afghanistan crisis impact on Gujarat market: ડ્રાયફ્રૂટના ભાવમાં થયેલા વધારે અંગે જોઈએ તો અંજીરના એક કિલોનો ભાવ જે પહેલા 1,000 રૂપિયા હતા તે વધીને 1,500 થયા છે.

विज्ञापन

  • 15

    અમદાવાદ: અફઘાનિસ્તાનની અસરને પગલે ડ્રાયફ્રૂટ્સના ભાવમાં વધારો, વેપારીઓના કરોડોના ઓર્ડર અટવાયા

    વિભુ પટેલ, અમદાવાદ: અફઘાનિસ્તાનની પરિસ્થિતિ (Afghanistan crisis)ની અસર ભારત દેશના માર્કેટ પર જોવા મળી રહી છે. સામાન્ય રીતે અફઘાનિસ્તાનમાંથી દેશમાં ડ્રાયફ્રૂટ (Dry fruits import from Afghanistan)ની આયાત થાય છે. બદામ, કાજુ, દ્રાક્ષ, અંજીર, પિસ્તા, સહિતના ડ્રાયફ્રૂટ્સ અફઘાનિસ્તાનમાંથી આવે છે. પરંતુ ત્યાંની વિકટ પરિસ્થિતિને કારણ માલની સપ્લાઈ થઈ નથી. જેના કારણે ડ્રાયફ્રૂટના ભાવમાં 5થી લઈ 12 ટકાનો વધારો (Dry fruits price hike) થયો છે. અંજીર, જલદારૂ તેમજ હિંગ અફઘાનિસ્તાનમાંથી આવે છે. આ માટે બીજો કોઈ વિકલ્પ નથી. એક સિઝનમાં અંજીર અને જલદારૂનો આશરે 150થી 200 કરોડ રૂપિયાનો ઑર્ડર આપવામાં આવતો હોય છે. જ્યારે આ વખતે હિંગનો 500થી 700 કરોડનો ઑર્ડર પેન્ડિંગ પડ્યો છે.

    MORE
    GALLERIES

  • 25

    અમદાવાદ: અફઘાનિસ્તાનની અસરને પગલે ડ્રાયફ્રૂટ્સના ભાવમાં વધારો, વેપારીઓના કરોડોના ઓર્ડર અટવાયા

    ડ્રાયફ્રૂટના ભાવમાં થયેલા વધારે અંગે જોઈએ તો અંજીરના એક કિલોનો ભાવ જે પહેલા 1,000 રૂપિયા હતા તે વધીને 1,500 થયા છે. પિસ્તાના ભાવ પહેલા 1,180 રૂપિયા હતા જે વધીને 1,320 થયા છે. જરદારૂના એક કિલોના ભાવ પહેલા 300 રૂપિયા હતા જે હાલ વધીને 600 રૂપિયા થયા છે. એવી જ રીતે બદામના ભાવ પહેલા 1,000  રૂપિયા હતા જે વધીને 1,240 થયા છે. કાજુના ભાવ પહેલા 1,380 હતા જે હાલ વધીને 1,440 રૂપિયા થયા છે. આ ભાવ વધારે છેલ્લા 15 દિવસ દરમિયાન થયો હોવાનું જાણવા મળ્યું છે.

    MORE
    GALLERIES

  • 35

    અમદાવાદ: અફઘાનિસ્તાનની અસરને પગલે ડ્રાયફ્રૂટ્સના ભાવમાં વધારો, વેપારીઓના કરોડોના ઓર્ડર અટવાયા

    આ મામલે વેપારી બિપિનભાઈ મોદી (Bipinbhai Modi)એ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનની પરિસ્થિતિના કારણે ડ્રાયફ્રૂટના ભાવમાં વધારો થયો છે. બીજી તરફ ઘરાકી નથી. દિવાળી નજીક આવતા ઘરાકી નીકળશે તેવી આશા છે. બીજી તરફ અફઘાનિસ્તાનની પરિસ્થિતિને કારણે કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન અટકી ગયું છે. વેપારીઓ પણ ચિંતામાં છે કે ક્યારે પરિસ્થિતિ સામાન્ય થશે અને માલની સપ્લાઈ થશે.

    MORE
    GALLERIES

  • 45

    અમદાવાદ: અફઘાનિસ્તાનની અસરને પગલે ડ્રાયફ્રૂટ્સના ભાવમાં વધારો, વેપારીઓના કરોડોના ઓર્ડર અટવાયા

    ઑલ ઇન્ડિયા સ્પાઈસી ઈમ્પોર્ટ ફેડરેશનના સેકેટરી હિરેનભાઈ ગાંધી (Hirenbhai Gandhi)એ ત્યાંના વેપારીઓ સાથે વાત કરી અને પરિસ્થિતિ માહિતી મેળવી છે. પરિસ્થિતિ સામાન્ય થઈ જશે તેવી અફઘાનિસ્તાનના વેપારીઓએ દાવો કર્યો છે. પરંતુ હાલ તો માલની સપ્લાઈ બંધ છે. જેના કારણે ડ્રાયફ્રૂટના અને હિંગના ભાવમાં વધારો થશે.

    MORE
    GALLERIES

  • 55

    અમદાવાદ: અફઘાનિસ્તાનની અસરને પગલે ડ્રાયફ્રૂટ્સના ભાવમાં વધારો, વેપારીઓના કરોડોના ઓર્ડર અટવાયા

    ઑલ ઇન્ડિયા સ્પાઈસી ઈમ્પોર્ટ ફેડરેશન સેકેટરી હિરેનભાઈ ગાંધીએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે, તેઓ દિવાળીના એકથી બે મહિના પહેલા ઓડર બુક કરાવે છે. જેના કારણે દિવાળી તહેવાર પહેલા ડ્રાયફ્રૂટ આવી જાય. પરંતુ અત્યારે પહેલા આપેલા ઓડર પેન્ડિંગ છે. ઓડર કરેલો માલ આવ્યો નથી, એટલે નવા ઓડર તો હાલ બુક જ નથી કરાવ્યા. બીજી તરફ ભારતમાંથી દવા, ખાંડ, તમાકુ, કેમિકલ, મશીનોની નિકાસ અફઘાનિસ્તાનમાં થાય છે. જે પણ અટકી ગયું છે. જેના પગલે કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન હાલ અટક્યું છે.

    MORE
    GALLERIES