Gujarat Weather Forecast: ગુજરાતમાં જૂન મહિનામાં (Gujarat Rains in June 2022) મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. રાજ્યમાં જે વરસાદની ઘટ હતી તે મોટા ભાગની ઘટ હવે જુલાઇ માસમાં પૂર્ણ થાય તેવા એંધાણ છે. છેલ્લા 24 કલાકમાં આણંદ અને બોરસાદમાં આભ ફાટ્યુ હતું. અને અહીં મેઘરાજાએ સાંબલેધાર વરસ્યા હતા. જેના કારણે વિસ્તારોમાં પાણી ભરાયા હતા ત્યાં જ માનવજીવન પણ મુશ્કેલીમાં મૂકાયું હતું ત્યારે હજુ પણ રાજ્યમાં વરસાદ પડવાની (Gujarat Weather Forecast) સંભાવના છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel Forecast of Rain) રાજ્યમાં 10થી 15 જુલાઈ વચ્ચે વરસાદની આગાહી કરી છે.